સાત વિચિત્ર નિયમો બનાવી આ કપલે કર્યા લગ્ન! વિડીઓ જોઈ માથું પકડી લેશો…

લગ્ન માત્ર બે વ્યક્તિ વચ્ચે થતાં નથી પરંતુ બે અલગ અલગ પરિવારો વચ્ચે થતી એક નવા સંબંધો ની શરૂઆત ગણાય છે. જેમાં બંને પરિવાર સુખ દુઃખ નો સાથી બનતો નજર આવે છે. એમાં પણ ભારતીય લગ્નની તો વાત જ ના થાય ત્યાં તો લગ્ન એટલે જાણે કોઈ તહેવાર જ સમજી લયો. લોકો લગ્નને ધામધૂમ થી ઉજવવા કોઈ ને કોઇ તરકીબો લગાડતા હોય છે જેનાથી લગ્ન યાદગાર બની રહે.લગ્ન ને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે.આ બંધનમાં એવી ઘણી શરતો પણ હોય છે કે જે માત્ર દુલ્હા દુલ્હન વચ્ચે થતી હોય છે.

પરંતુ હાલમાં એક એવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં એક લગ્ન કરવા જઈ રહેલા કપલ નો કોન્ટ્રાક્ટ હાલમાં ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં દુલ્હને એવી એવી શરતો રાખી છે કે વિડિયો જોયા પછી ઘણી છોકરીઓ બોલી રહી છે કે તેઓ પણ પોતાના લગ્ન માં આવી શરતો રાખશે. સચ્ચે જ આ કોન્ટ્રાક્ટ માં એવી ઘણી હેરાન કરી દેતી શરતો જોવા મળી છે કે જેમાં વરરાજો પણ એકવાર તો વિચારે જ કે લગ્ન કરવા કે નહિ.

આ વાયરલ થઇ રહેલી ક્લિપ માં આપડે જોઈ શક્યા છીએ કે,વરરાજા અને દુલ્હન બંને બેસી ને એક કોન્ટ્રાક્ટ પર સાઈન કરી રહ્યા છે. બંને લગ્નના વસ્ત્રો માં સજ્જ થઇ બેઠા છે અને કોન્ટ્રાક્ટ અંગ્રેજી માં લખ્યો છે જેમાં ૮ શરતો જોવા મળે છે. પહેલી શરતમાં લખ્યું કે બંને મહિનામાં માત્ર એક જ પિત્ઝા ખાશે. બીજી શરતમાં જણાવ્યું કે વરરાજા એ હંમેશા ઘરની બનાવેલી રસોઈ માટે હા જ પાડવી પડશે એટલે કે હંમેશા ઘરનું નું જ જમવાનું રહેશે. ત્રીજી શરત દુલ્હન માટે છે જેમાં લખ્યું છે કે તેને લગ્ન પછી ઘરમાં હંમેશા સાડી જ પહેરવાની રહેશે. ચોથી શરત માં લખ્યું કે પતિ નાઇટ પાર્ટી તો કરી સકે પરંતુ ત્યારે જ જ્યારે પત્ની સાથે હોય. પાંચમી શરત છે કે બંને હંમેશા રોજ જીમમાં જસે. છઠ્ઠી શરત છે કે રવિવારે વરરાજા એ સવારે નાસ્તો બનાવાનો રહેશે. સાતમી શરત માં જણાવ્યું કે વરરાજા એ હંમેશા કોઈ પ્રસંગ કે પાર્ટી માં દુલ્હનના સુંદર ફોટો પાડવાની રહેશે. આઠમી શરત માં લખ્યું કે વરરાજા એ દર ૧૫ દિવસે દુલ્હનને શોપિંગ પર લઈ જવાનું રહેશે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ને Instragram પર Wedlock_photography _ assam થી ૨૨ જૂન ના રોજ સેર કરવામાં આવ્યો છે. જેના કેપશનમાં લખ્યું છે લગ્નનો કોન્ટ્રાકટ….આ ક્લિપ ને અત્યાર સુધી ૪ કરોડથી વધુ લોકો એ જોયો છે અને લગભગ ૨૦ લાખ લોકો એ તેને લાઈક પણ કર્યો છે.સાથે જ કરોડો લોકો આના પર પોતાની પ્રતિક્રયા આપી રહ્યા છે. જેમાં ઘણા લોકો એ લખ્યું કે લગ્ન છે કે કોઈ કોન્ટ્રાક્ટ…..ત્યાં જ ઘણા યુઝર્સ ને આ કમેન્ટ બહુ જ પસંદ આવી હતી. અને એમાં પણ છોકરીઓ ને તો આ ૮ મી શરત બહુ જ પસંદ આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *