દંપતી ફેરા ફરતા પહેલા દરિયાકિનારે તસ્વીર લેવા ગયા તો થયું એવું કે એક મોટું મોજું આવ્યું અને પછી થયું એવું કે હોબાળો મચી ગયો ….
કોઈ પણ વ્યક્તિ ના જીવનમાં લગ્ન એ બહુ જ મહત્વ નો નિર્ણય ગણાય છે.આમ તો લગ્ન પહેલાથી જ ઉપરવાળાની મરજી મુજબ નક્કી થયેલા હોય છે પરંતુ જમીન પર આ સબંધ ને ગોતવા માટે અનેક પ્રકારની મહેનત કરવી પડે છે ત્યારે તે વ્યક્તિ આપણને મળે છે અને તેની સાથે લગ્ન થાય છે.પહેલાના સમયમાં બહુ જ સામાન્ય રીતે લગ્ન કરવામાં આવતા હતા.પરંતુ હાલમાં આવું જોવા મળતું નથી.હાલમાં તો ડેસ્ટિનેશન વેડિંગથી લઈને વેડિંગ ફોટોશૂટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આવા જ એક ભારતીય કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
યુકેના વેલ્સમાં દરિયા કિનારે એક ભારતીય કપલ લગ્ન કરી રહ્યું હતું. પરંતુ સાત ફેરા પહેલા આ કપલે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પાણીની નજીક જઈને પોઝ આપવાનું નક્કી કર્યું. પરંતુ આ નિર્ણય તેમના માટે ખોટો સાબિત થયો હતો.આ ફોટોશૂટ દરમિયાન કંઈક એવું થયું કે જેની કોઈ કલ્પના પણ કરી શકે નહિ.અચાનક એક મોટું મોજું આવ્યું અને તેમાં વર અને કન્યા બંને ડુબી ગયા જેના પછી ત્યાં બહુ મોટો હોબાળો મચી ગયો હતો. અને ત્યાં રેસ્ક્યુ ટીમના આવ્યા પછી બંનેને પાણીમાંથી બહાર કાઢી શકાયા હતા.
આ લગ્ન કરનાર યુગલ નું નામ સાનિયા અને સોહિલ છે કે જેઓ સુલી ના સમુદ્ર કિનારા પર લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.લગ્નની શરુઆત બહુ જ સાધારણ રીતે કરવામાં આવી હતી.દરેક રસમો કરવામાં આવી હતી.અને લગ્ન કરવા માટેનો મંડપ પણ સમુદ્ર ના કિનારે જ તૈયાર કરવામાં આવ્યો હતો.પરંતુ આ બંને લગ્નના ફેરા પહેલા પ્રિ વેડિંગ કરવા માટે સમુદ્ર ની વચ્ચે ગયા હતા.અને પાણીની અંદર બંને પોઝ આપી જ રહ્યા હતા કે ત્યાં અચાનક એક એવું મોટું મોજું ફરી વળ્યુ કે બંને કપલ પાણીની અંદર ડૂબી ગયા.
જેવા આ બંને કપલ પાણીની અંદર ગયા કે તરત જ રેસક્યું ટીમને બોલાવવામાં આવી અને બંને ને બોટ વડે પાણીની બહાર કાઢવામાં આવ્યા હતાં અને તે બંને ને બચાવી લીધા હતા. રિસ્ક્યું ટીમે જ્યારે બને કપલને બચાવીને બોટમાં બેસાડ્યા ત્યારે તેમને કપલને જણાવ્યું કે આવું પહેલી વખત જોયું છે કે જ્યારે કોઈ લગ્ન કરતા યુગલને આ ટીમે પાણીમાં બચાવી હોય.આ ઘટના અંગેની તસવીરો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહી છે.લોકો ઘણો આનંદ ઉઠાવી રહ્યા છે.ઘણા લોકો એ લખ્યું કે લગ્ન પહેલાંનું એડવેન્ચર.તો ઘણા લોકો એ લખ્યું કે આ યુગલ તેના લગ્ન કોઈ દિવસ નહિ ભૂલે.