વૃદ્ધા ની હિંમતને દાદ દેવી પડે પોતે પહેરેલી સાડી ઉતારી ત્રણ બાળકો ના જીવ બચાવી લીધા પરંતુ છેલ્લે…
જેમ તમે જાણતાજ હશો કે રવિવારે મોટી કરૂણાંતિકા સર્જાઇ છે. મોરબીની શાન સમાન અને ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 141થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી.
દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા. આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. તેમજ ઘણાં લોકો આ ઘટના બસંદ તરતજ પોતાના સગા વ્હાલાઓની બચાવવાં માટે તરતજ હિંમત કરીને નદીમાં માંથી લોકોને બહાર કાઢવા લાગ્યા હતાં. જોકઈ તેવીજ રીતે એક વૃદ્ધાએ પોતાની સાડીથી ત્રણ બાળકને બચાવ્યા.
આમ આ વૃદ્ધા ની હિંમતની તો દાદા દેવી પડશે. કે જેણે પુલ તૂટ્યા બાદ મચેલી અફરાતફરીમાં કોણ કોને બચાવે તેવી સ્થિતિ હતી ત્યારે પોતાની દીકરી અને દોહિત્રા સાથે પુલ પર હતા અને નીચે ખાબક્યા ત્યારે ગજબની હિંમત બતાવી હતી અને દીકરીના નાના બે સંતાનો સહિત ત્રણને પોતાની પહેરેલી સાડી કાઢી તેમાં લપેટીને બહાર લઇ આવ્યા હતા અને જીવ બચાવ્યો હતો.
આમ આ કથની જણાવતા વિક્રમભાઇએ તેમના માતા જયાબેન પ્રભુભાઇ બોગાની બહાદુરીની બીના જણાવી હતી અને કહ્યું કે, મારી મા મારી બહેન કે જે 19 વર્ષની હતી તેને ન બચાવી શક્યા, પરંતુ બહેનના બે નાના સંતાનો સહ ત્રણને સાડીમાં વીંટીને બહાર લઇ આવ્યા. મારી માતાને તરતા આવડે છે. તે સાડા સાતે જ બહાર આવી શક્યા હતા પરંતુ મારી બહેનને તરતા નહોતું આવડતું અને તેની લાશ તો અમને રાતે 12 કલાકે મળી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.