ગાયે સિંહના પણ છક્કા છૂડાવી દીધા! સિંહે ગાયને હલકામાં લઈને મોટી ભૂલ કરી નાખી, જુઓ આ અદભુત વિડીયો

મિત્રો તમે અવાર નવાર દંગ રહી જાવ તેવા વિડીઓ અવાર નવાર સોશિયલ મીડિયા પર જોતાજ હશો. ઘણી વખત કોઈ અકસ્માત તો વળી ઘણી વખત કોઈ હત્યા પરંતુ શું કોઈ દિવસ તમે જોયું છે ગાય પોતે બે બે સિહની પાચલ દોડી આને તેનો સામનો કરી. આ ગાયની બહાદુરી જોઈ તમે પણ ચોકી જશો. એકલી ગાયે એટલી હિંમત દેખાડી કે જંગલનો રાજા સિંહે પણ પાછી પાની કરી લીધી વિડિઓ જોઈ તમને પણ નવાઈ લાગશે અને મોઢામાં આંગળા નાખી દેશો.

મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે ગામ બહાર એક ગાય બેઠેલી હોઈ છે અને તેના પર એક સિંહે પાછળથી હુમલો કરીને તેના મોં વડે લોહી લુહાણ કરી નાખેલી છે. તેમજ અહ્યા એક નહિ બે સિંહ જોવા મળે એક સિંહ ઉપર ઢોરા પર ચડેલો હોઈ છે જે બધી બાજુ નજર નાખતો હોઈ છે. તમને જણાવીએ તો આ વિડિઓ ગીર પંથકના નજીકના ગામની સીમ વિસ્તારોમાં અવાર નવાર વન્યપ્રાણીઓ શિકારની શોધમાં આવી ચઢતા હોય છે.

આમ ત્યારે આવામાં તેઓ રખડતી ગાયોને પોતાના નિશાન બનાવે છે. ત્યારે ગીરની બોર્ડર નજીક આવેલ ગામની સીમ વિસ્તારમાં રસ્તા પાસે બે સિંહોએ માટીમાં બેસેલી ગાય ઉપર હુમલો કર્યો હતો. સિંહે શિકાર કરીને હુમલો કરી દેતા ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પરંતુ તે બાદ જે થયુ તે જોવા જેવુ હતું. ગાયે સાવજોને ટક્કર આપી હતી.

આમ તમે આગળ વિડિઓમાં જોઈ શકો છો કે ઈજાગ્રસ્ત ગાયે ઉભા થઈને બંને સાવજોને પડકાર ફેંક્ય હતો. જેથી બંને સિંહો ઉભી પુંછડીએ ત્યાંથી ભાગ્યા હતા. ત્યારે આ વીડિયો ત્યાં હાજર કોઈ સ્થાનિક પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. આ વિડિઓ ને લોકો ખુબજ શેર પણ કરી રહયા છે

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *