ઘરડા કાકાનો ‘ મુર્ગા ડાન્સ’ જોવા ભીડ ઉમટી પડી ,કર્યા એવા અજીબ સ્ટેપ કે જોનાર દરેક ચકિત થઇ ગયા … જુવો વિડીયોમાં
સોશિયલ મીડિયા પર ડાન્સ ના એવા એવા વિડીયો જોવા મળતા હોય છે કે જેને જોઈ ને દિમાગ કામ કરવાનું બંધ કરી દે છે. અને દિલ દીમાગ બંને હલી જતા હોય છે. તમે અત્યાર સુધી નાગિન ડાન્સ અને બારાતી ડાન્સ વિષે સાંભળ્યું પણ હશે અને જોયો પણ હશે. પરંતુ આજે એક નવો જ ડાન્સ જોવા મળ્યો છે જેનું નામ છે મુર્ગા ડાન્સ. જી હા આ તદન સચ્ચી વાત છે. લગ્નો માં ઘણી જગ્યાએ લોકો ડાન્સ ને ફની રીતે કરતા હોય છે. આમાં એક કાકા એ પણ પોતાનો અભિનય રજુ કર્યો હતો અને આ કાકા એ મુર્ગા ડાન્સ કર્યો હતો.
કાકા આ ડાન્સ કરવા માટે સતેજ પર ચડી જાય છે અને મુર્ગા ની જેમ જોરદાર થીરકવા લાગે છે. તેમના ડાન્સ ને જોવા મોટા પ્રમાણમાં ભીડ પણ જામી હતી. તમે અનેક પ્રકારના ડાન્સ જોયા હશે. પરંતુ મુર્ગા ડાન્સ વિષે ઓછુ જ સાંભળીયુ હશે. આજે એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં એક ગામડાના કાકા જોવા મળે છે જે પારંપરિક કપડા પહેરેલા જોવા મળ્યા છે તેમણે સફેદ કલર નો ધોતી, કબજો અને પાઘડી પહેરેલા નજર આવી રહ્યા છે.
જેમાં એક ઘરડા વ્યક્તિ મુર્ગા ની ધૂનમાં થનગનાટ કરી જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન તેમણે એવી સ્પીડ પકડી કે તેઓ અલગ અલગ સ્ટેપ કરતા જોવા મળ્યા. તેમના ડાન્સ ને જોઈ ને લોકો એ તાળીયોનો ગડગડાટ કરી તેમની પ્રસંસા કરી. જે રીતે આ કાકા એ મુર્ગા ડાન્સ કર્યો અને નવા નવા સ્ટેપ કર્યા તે જોઈ દરેક ચકિત થઇ ગયા હતા. વિડીયો ને MISS MAHI PHAGWARA નામ થી યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ વિડીયો ક્યાંનો અને કઈ જગ્યા નો છે તેનો અંદાજ હજુ મળ્યો નથી. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવી રહ્યો છે.