દીકરી ત્યાં જજ બની જ્યાં દાદા અને પિતા કામ કરે છે.એવી સિદ્ધિ મેળવી કે ….
હાલમાં દીકરીઓ ખુબ નામ આગળ કરતી જોવા મળી છે હવે દીકરીઓ ને પણ દીકરા ની જેમ જ ગણવામાં આવે છે તેને પણ તમામ સપના જોવાનો અઘીકાર છે અને તે સપના પુરા કરવા ની હિંમત પણ કરતી રહી છે દરેક દીકરી પોતાની મહેનત અને લગ્નના કારણે દુનિયામાં પોતાની ઓળખાણ ઉભી કરવા માંગતી હોય છે આવું જ આજે આપડે એક કિસ્સો જોવા જઈ રહ્યા છેઆજના સમયમાં દરેક સ્તરે દીકરીઓ પરિવારનું અને દેશનું નામ રોશન કરી રહી છે .
હાલમાં જ એક દીકરીએ એવી અનોખી સિદ્ધિ મેળવી કે તમે પણ નવાઈ પામશો . કહેવાય છે ને મહેનત કરવાથી સફળતા સામે ચાલી ને આવે છે . આની સાથે વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ હોવો જરૂરી છે. આજે આપડે એક એવી દીકરીના મહેનતની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પિતાની દીકરી જજ બની છે , જીવનમાં આ મુકામ મેળવવા તેણે જે મહેનત કરી તે સંભાળી તમે પણ તેના વખાણ કરતા થાકશો નહિ .
આ ઘટના મધ્યપ્રદેશ ની છે , જ્યાં મધ્યપ્રદેશ હાઇકોર્ટ તરફથી આયોજિત સિવિલ જજ વર્ગ ૨ નું પરિણામ મંગળવારે જાહેર થયુ હતું .આ પરિણામ જાહેર થતા તેમાં સિવિલ જજના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અરવિંદ ગુપ્તાની દીકરી વશિકા ગુપ્તા પાસ થતા હાલમાં સિવિલ જજ બની ગઈ છે . સૌથી મહત્વની વાત એ છે કે , વંશીકા ના દાદા પણ સિવિલ કોર્ટમાં કલાર્ક હતા .જયારે પિતા અરવિંદભાઈ ગુપ્તા જીલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે જયારે વંશીકા ની માતા સ્કુલમાં શિક્ષક છે.
માતા પિતાની પ્રેરણા અને સખત મહેનત ના લીધે વંશીકા પ્રથમ પ્રયાસ માં જ સિવિલ જજ બની ગઈ હતી . વંશીકા ને આખા પ્રદેશમાં ૭ મો ક્રમાંક આવ્યો હતો .જે કોર્ટમાં દાદા રમેશચંદ્ર ગુપ્તા કલાર્કની સેવા આપતા હતા .વંશીકા નાનપણ થી જ ઘરમાં કોર્ટ ની વાતો સંભાળતી આવી હતી . આજ કારણે તેણે બાળપણથી જ સંકલ્પ બનાવી લીધો હતો કે તે જજ બનશે અને આજે આ સંકલ્પ તેણે પૂરો કરી બતાવ્યો . તેના પિતા હમેશા કહેતા કે , બેટા એવું કામ કર જેનાથી તારી અલગ જ ઓળખ ઉભી થાય . જે આજે વંશીકા એ સાબિત કરી બતાવ્યું છે .દીકરી એ એવી સિદ્ધિ મેળવી કે જ્યાં દાદા અને પિતા કામ કરે ત્યાં જ જજ બની ગઈ અને જીવનમાં અલગ ઓળખ ઉભી કરી .