ગરીબ ખેડૂત પિતા ની મહેનત રંગ લાવી દીકરી પંજાબ ની સેકંડ રનર અપ બની અને તેની આ કામયાબી પાછળ તેણે …

જો હિમત હોય અને કઈક કરી બતાવવાનું જનુન હોય તો વ્યક્તિ  અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે . જો નિર્ણય પાક્કો હોય ને તો જમીન સુ તમે આકાશને પણ અડવાની શકતી ધરાવો છો. કહેવાય છે ને ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે તો પછી આપણા સપના પુરા કરવા એ તો નાની વાત જ ગણાય. જેમ આપડે મહેનત કરશું તેમ સફળતા સામેથી આપડી પાસે આવશે. હિમત અને મહેનતથી તમે તમારા જીવનમાં દરેક બાબત કરી શકો છો જે તમને ઉચા મુકામ પર લઇ જઈ. આવું જ હાલમાં પંજાબ ના ખેડુત  ની દીકરી એ મહેનત કરી સાબિત કરી બતાવ્યું કે મહેનત કરવાથી સફળતા અવશ્ય મળે છે.

પંજાબ બોર્ડ ની હાઇસ્કુલ નું રીઝલ્ટ આવી ગયું છે. પંજાબ ની નેન્સી રાની એ પ્રદેશમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. ત્યાં જ જીલ્લાના સંગરુર ના એક ખેડૂત ની દીકરી એ પંજાબ માં બીજા અને ત્રીજા નંબરે પાસ થઇ છે.  ગુરુ ટેગ બહાદુર પબ્લિક સીનીયર સેકન્ડરી સ્કુલ કાન્ઝાલા ની એક વિદ્યાર્થી દીલપ્રીત  કૌર એ ૯૯.૦૮ % સાથે પ્રદેશ માં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાં જ ભુતાલ પબ્લિક સીનીયર સેકન્ડરી સ્કુલ ની વિદ્યાર્થી કોમલપ્રીત કૌર એ ૯૮.૭૭ % સાથે પંજાબ માં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે.

સંગરુર જીલ્લામાં એક ગામમાં રહેતા ખેડૂત રવિ સિંહ ની દીકરી દિલપ્રીત કૌર એ પંજાબ બોર્ડ ના હાઇસ્કુલમાં ૬૪૪ મો નંબર પ્રાપ્ત કરી પ્રદેશમાં બીજા નંબરે આવી જીલ્લાનું અને પરિવાર નું નામ રોશન કર્યું હતું. દિલપ્રીત વાચવાની સાથે લખવાને પણ વધુ મહત્વ આપતી હતી. પોતાનો અભ્યાસક્રમ યાદ કરી ને પછી તે રીવીઝન કરવા તેને  લખતી હતી. તે ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે . અને તે ડોક્ટર બનવા અત્યાર થી જ તૈયારી કરી રહી છે. તેનું કહેરવું છે કે મેડીકલ નો અભ્યાસ કરી તે લોકો ની સેવા કરવા માંગે છે.

સંગરુર જીલ્લામાં ભુતાલ માં રહેનાર ખેડૂત તરસેમ સિંહ ની દીકરી કોમલપ્રીત એ ૧૦ માં ધોરણની પરીક્ષા પાસ કરી પંજાબ માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેની કામયાબી ની વાત કર્યે તો તેની તૈયારી તેણે ટાઈમટેબલ બનાવી તે મુજબ જ અભ્યાસ કરતી હતી. આના કારણે તેનાથી કોઈ વિષય ભૂલતો નહોતો પરીક્ષા પહેલા જ તેણે પૂરો અભ્યાસક્રમ યાદ હતો અને તમામ ચેપ્ટર ક્લીયર થઇ ગયા હતા. તેણે પોતાની કામયાબી નો શ્રેય તેના માતા પિતા અને શિક્ષકો ને આપ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *