૭ લાખ ના ઘરેણા મળતા મજુર ની દીકરી એ એવી ઈમાનદારી બતાવી કે જોઈ સૌ કોઈ દંગ રહી ગયું ! જાણો પુરી ઘટના…

આપણને સૌને નાનપણથી શીખવવામાં આવે છે કે માણસો એ હમેશા પોતાના જીવનમાં ઈમાનદારી બતાવવી જોઈએ,તેનાથી આપણું વ્યક્તિત્વ ઓળખી સકાય છે . પરંતુ ઈમાનદારી ના રસ્તે ચાલવું સહેલું નથી તેના કારણ એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પાડે છે. આજ કારણ છે કે આજના સમયમાં ઈમાનદાર વ્યક્તિની શોધ કરવી ખુબ જ મુશ્કેલ થઇ ગઈ છે ,

ખાસ કરી ને પૈસાની બાબતમાં માણસ માણસને દગો કરી જાય છે અને તેણે મારી નાખવામાં પણ પાછો નથી પડતો .એવામાં આજ અમે તમને એવીં બાળકી વિષે કહેવા જી રહ્યા છીએ  જેને ૭ લાખ રૂપિયા ના ઘરેણા એમન્દારીના કારણે તેના માલિકને પાછા આપ્યા .

મધ્યપ્રદેશ ના રાયસેન જીલ્લામાં રહેવાવાળી ૧૩ વર્ષની રીના એ સમાજમાં સાચી ઈમાનદારી નો મતલબ સમજાવ્યો છે.જેના કારણે  ડેક લોકો તેની સચ્ચાઈ અને ઈમાનદારી ની તારીફ કરી રહ્યા છે.રીના છઠ્ઠા ધોરણની વિદ્યાર્થી છે,જેને ઘરે આવતા સમયે રસ્તા પર એક બેગ પડેલું જોવા મળ્યું હતું.

તેવામાં જયારે રીના એ તે બેગ ને ખોલીને જોયું તો તેની અંદર સોનાના ઘરેણા હતા જેની કીમત લગભગ ૭ લાખ રૂપિયા હોય સકે.રીના એ ઘણા સમય સુધી ત્યાં રાહ જોઈ તે બેગ ની દેખભાળ કરી જેથી કોઈ આ બેગ અન્ય ના લઇ જાય .પરંતુ જયારે ઘણીવાર સુધી કોઈ ના આવ્યું ત્યારે રીના આ બેગ ને લઈને ઘરે આવી .

ઘરે આવીને રીના એ આ બેગ વિષે તેના પિતા મંગલસિંહ હરિજનને જણાવ્યું ,જે એક મજુરી કામ કરતા હતા .એવામાં મંગલસિંહ એ તરત નજીકના પોલીસ સ્ટેસન માં બેગ વિષે માહિતી આપી ,જેના પછી રીના ને પુછતાછ માટે ઉદયપુર પોલીસ સ્ટેસન બોલવામાં આવી. ત્યાર બાદ રીના એ પોલીસ ઇન્ચાર્જ પ્રકાશ શર્મા ને બેગના વિષે તમામ માહિતી આપી.ત્યાર બાદ તેણે બેગ ને પોલીસને સોપી દીધું .

પોલીસે જણાવ્યું કે આ બેગ યશપાલ સિંહ પટેલ નામના જ્વેલરી શોપ ના માલિકનું હતું ,જે કાકારુઆ ગામમાં રહે છે .એવામાં યશપાલસિંહ પોતાની દીકરીની સાથે બાઈક પર જ્વેલરી નું ભરેલું બેગ લઈને જી રહ્યા હતા જે તેમની દીકરી એ પકડ્યું હતું ,પરંતુ યશપાલસિંહ ની દીકરીના હાથમાંથી એ બેગ છૂટી ગયું જેના પર પછી રીનાની નજર પડી હતી.

રીના અને તેના પિતા મંગલ ને ઈમાનદારી થી ખુશ થઈને યશપાલસિંહ  પટેલ એ તેમણે ૧૫ હાજર રૂપિયા ઈનામમાં આપ્યા .સાથે તેમણે રીના સહીત તેના પુરા પરિવારને નવા કપડા ઉપહાર તરીકે આપ્યા હતા.રીનાની ઈમાનદારી અને સચ્ચાઈ એ પોલીસ ઇન્ચાર્જ પ્રકાશ શર્મા નું પણ દિલ જીતી લીધું હતું જેના પછી પોલીસે રીના ને ૧૧૦૦ રૂપિયા ઇનામના રૂપમાં આપ્યા એટલું જ નહિ રીનાની સ્કૂલમાંથી પણ તેના આ નેક કામ માટે તેણે પુરસ્કાર આપવામાં આવ્યું કેમકે રીના એ આ ઈમાનદારી ના આધારે તેના માતા પિતા ,શિક્ષકો અને સ્કુલનું નામ રોશન કર્યું હતું

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *