રાજકોટની દીકરી એ પોતાના લગ્ન માટે લીધો અનોખો નિર્ણય! જાણી ને તમે પણ ચોંકી જશો…

હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને તેવાંમાં લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શું શું કરતાં હોતા નથી. નવા નવા અને આકર્ષિત કપડાં પહેરે છે. તેમજ ફોટોશૂટ અને લગ્ન પેહેલા પ્રિવેડિંગ વગેરે કરાવતા હોઈ છે જેથી તેમના લગ્ન આ જીવન યાદગાર સ્વરૂપે બની રહી પરંતુ રાજકૉટની આ દીકરીએ તેના લગ્નને યાદગાર બનાવવા અને લોકોની સેવા કરવા માટે રક્તતુલા કરીને પ્રસંગને યાદગાર બનાવશે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો રાજકોટના ઘાટલીયા પરિવારે દીકરીના લગ્ન નિમિત્તે રક્તતુલા કરીને પ્રસંગને યાદગાર બનાવશે. ઉર્વશી ઘાટલિયા ફાર્માસ્ટિસ છે. 13 નવેમ્બરના રોજ તેના લગ્ન છે. થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તે માટે ઉર્વશીએ લગ્નમાં બ્લડ ડોનેશન કરવાની વાત પરિવારજનો સમક્ષ મૂકી હતી. આમ પરિવારજનોએ આ વાતને વધાવી લીધી. અન્ય લોકોને પ્રેરણા મળે તે માટે ઘાટલિયા પરિવારે દીકરીની રક્તતુલા કરવાનો નિર્ણય લીધો. બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 500 બોટલ રક્ત એકત્રિત થાય તેવી સંભાવના છે.

તેમજ ઉર્વશી જણાવે છે કે, આ પ્રેરણા તેને પોતાના સૌથી મોટી દીકરી છે. શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા સેવા ગ્રૂપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે. જે રક્ત એકત્રિત થશે તે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અપાશે. આમ અન્ય લોકોને પ્રેરણા મળે તે માટે ઘાટલિયા પરિવારે દીકરીની રક્તતુલા કરવાનો નિર્ણય લીધો. બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 500 બોટલ રક્ત એકત્રિત થાય તેવી સંભાવના છે. ઉર્વશી જણાવે છે કે, આ પ્રેરણા તેને પોતાના સૌથી મોટી દીકરી છે. શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા સેવા ગ્રૂપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે. જે રક્ત એકત્રિત થશે તે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અપાશે.

રાજકોટમાં છેલ્લાં 5 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં 4 હજારથી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું છે. જેમાં પહેલી લહેર કરતા બીજી લહેરમાં રક્તદાન કરનારી મહિલાઓની સંખ્યા 250થી વધુ છે. 2017થી 2022માં સૌથી વધુ મહિલા રક્તદાતાની સંખ્યા 2018માં 1181 નોંધાઈ છે. 2017માં 599, 2019માં 877, 2020માં 496, 2021માં 746 મહિલાએ રક્તદાન કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર 2022 સુધીમાં 359 મહિલા રક્તદાતાની સંખ્યા નોંધાઇ છે.

આમ આ સાથે લાઈફ બ્લડ બેંકના ડેપ્યુટી મેડિકલ ડાયરેક્ટર ડો. સૃહા ધોળકિયા જણાવે છે કે, બ્લડ બેંકમાં વર્ષ 2017માં રક્તદાન કરનારી મહિલાઓની હિસ્સેદારી 1.5 ટકા હતી. જ્યારે 2022 સુધીમાં આ પ્રમાણ વધીને 2.4 ટકાએ પહોંચ્યું છે. મહિલાઓને રક્તદાન કરવું હોય છે પરંતુ હીમોગ્લોબિન ઓછું હોવાને કારણે, ગર્ભાવસ્થા, બીપી-ડાયાબિટીસ તેમજ ઓછા વજન સહિતના અન્ય કારણોસર તેઓને ના પાડવી પડે છે. જેનું પ્રમાણ 6.50 ટકા જેટલું છે. શિક્ષણ અને જાગૃતિને કારણે મહિલાઓમાં રક્તદાનનો ડર અને ગેરમાન્યતા હતી તે દૂર થઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *