એક સમયે ફી ભરવાના પણ રુપીઆ નહોતા આ દીકરી પાસે હવે મળ્યુ 83.38 લાખ ના પગાર નુ પેકેજ….

મિત્રો તમને વાત કરીએ તો જયારે જયારે વ્યક્તિ તેના ધ્યેયને સિદ્ધ કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરતો હોઈ છે અને તેને એક ના એક દિવસ જરૂર સફળતા પ્રાપ્ત થતી હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક દીકરી વિષે વાત કરીશું જેણે ગુજરાતના નામનો ડંકો દેશમાં તેમજ વિદેશમાં પણ વગાડ્યો છે. આ દીકરીએ IIIT કરીને વિદેશની એટલાસીયન કંપનીમાં લાખો રૂપિયાની જોબ મેળવી છે આવો તમને આ દીકરીની વિગતે કહાની જણાવીએ.

વાત કરીએ તો આ દીકરી ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા ગામની વતની છે જેનું નામ ચાર્મી આશિષભાઈ મહેતા છે. જેણે ઝારખંડના ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાંચીમાં કોમ્પ્યુટર સાયન્સ ઇન એન્જીનિયરીંગ કરી રૂ.83.38 લાખનું પેકેજ મેળવી મહુવા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. તેની આ સફળતા જોઈ તેના પિતાને તેના પર ખુબજ ગર્વ થયો છે.

ચાર્મીના ભણતરની જો વાત કરીએ તો તેણીએ ધોરણ 10 માં પ્રથમ નંબર લાવેલ જે બાદ તેણે મુંબઈ 11 12 સાયન્સ કર્યું તેમજ ધો.12 સાયન્સમાં પણ ઉચ્ચ ગુણાંક મેળવેલ. તેણીને કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઇચ્છા હોય તે માટે ફોર્મ ભરેલ પરંતુ એનઆઇટી હમીરપુર શિમલામાં કેમીકલ એન્જી.માં સીટ મળેલ. પરંતુ ચાર્મિએ હિંમત ન હારી સ્પેશ્યલ રાઉન્ડની રાહ જોઇ સ્પેશ્યલ રાઉન્ડમાં IIIT રાંચીમાં કોમ્પ્યુટર સાયન્સ માટે એડમીશન મળી ગયું.

એક સમ્યો એવો કપરો આવ્યો હતો જયારે ચાર્મી મહેતાના IIIT રાંચીમાં અભ્યાસ માટે પિતા પાસે ફી ભરવાની વ્યવસ્થા ન હોય પરંતુ તો પણ હિંમત રાખીને તેઓએ મહુવા એન.એન. મહેતા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટમાંથી સ્કોલરશીપ મેળવેલ. તથા બાકીની ફી સગા સબંધીઓ પાસેથી મેળવી પુત્રીનો અભ્યાસ પુર્ણ કરાવેલ. આજે IIIT માં કોમ્પ્યુટર એન્જી. કરી ઓસ્ટ્રેલિયાની એટલાસિયન કંપનીમાં સોફટવેર એન્જીનિયરીંગ પોસ્ટ માટે રૂ.83.38 લાખનું પેકેજ મળ્યું છે. જે ખુબજ વખાણ લાયક વાત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *