સરથાણાની હોસ્પિટલમાં સારવાર લેતી પરણિતનું મોત, પરિવારનો ડોક્ટર સહીત સ્ટાફ પર એવો આક્ષેપ કે… જાણો વિગતે

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ગંભીર અકસ્માત તો વળી કોઈ હત્યા તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાની એવી બેદરકારી કે ભૂલ વગેરેને લીધે વ્યક્તિનું મોત નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ હોસ્પીટલને લઇ ખુબજ દુઃખદ ઘટના સામી આવી રહી છે જેમાં સરથાણાની હોસ્પિટલમાં પરિણીતાનું મોત, વધુ પડતું ક્લોરોફોમ અપાયાનો આક્ષેપ. તો ચાલો તમને આ ઘટના વિસ્તારમાં જણાવીએ.

આ ઘટનામાઁ એક પરણિત યુવતીનું હોસ્પીટલમાજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વાત કરીએ તો કાપોદ્રાની પરિણીતાનું સરથાણાની આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ મોત નીપજતા પરિવારે ડોક્ટરો સહિતના સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.પરિવારે પેનલ પીએમની માંગ કરતા પોલીસે પેનલ પીએમ કરાવ્યુ હતું. મૃત્યુના 30 કલાકે પણ મૃતદેહ સ્વીકારાયો ન હતો. આમ મૂળ ભાવનગર-પાલીતાણા તાલુકાના વતની અને કાપોદ્રામાં મંગલદીપ અપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફિસ ચલાવે છે. તેમની પત્ની પ્રિયંકા (25)ને એપેન્ડિક્સની તકલીફ હોવાથી સરથાણાની ખાનગી હોસ્પિટલમાં 25મીએ ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું

આમ હોસ્પિટલમાં પહેલા કહ્યું 30 મિનિટમાં ભાનમાં આવી જશે પણ આખરે મૃત્યુ થયું મૃતકના પતિ વિવેકે જણાવ્યું કે ઓપરેશન બાદ સ્ટાફે 30 મિનિટમાં તે ભાનમાં આવી જશે તેવું કહ્યું હતું. ત્યારબાદ સ્ટાફે 1 કલાક પછી ભાનમાં આવી જશે તેવું કહ્યું અને ત્રીજીવાર ઉદ્ધાતાઈભર્યું વર્તન કરી 3 કલાકમાં પણ ભાનમાં આવી શકે તેવી વાતો કરી હતી.

આમ જાણ કરવા છતાં ડોક્ટરે પ્રિયંકાને જોઈ ન હતી. ડૉક્ટર પાસે 2 વખત ગયા બાદ વિવેક અને તેમના કાકાને પ્રિયંકાનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું જણાવી દેવાયું હતું. પ્રિયંકાનું મોત વધારે પડતું ક્લોરોફોર્મ સુંઘાડવાથી થયું હોવાનું પરિવારનું માનવું છે. પોલીસે પેનલ પીએમ કરાવી FSL સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *