જામનગરની હોસ્પિટલમાં મહિલાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ ! પીએમ રિપોર્ટ કહે છે હાર્ટ-એટેક તો પતિએ કહ્યું કે, “મારી પત્નીની હત્યા…શું છે કારણ?
મિત્રો વાત કરીએ તો દુનિયામાં લોકો નાની નાની બાબતે ખુબજ ઝઘડતા હોઈ છે તેમજ આ ઝઘડામાં ઘણી વખત લોકો મારા મારી પર ઉત્તરી પણ આવતા હોઈ છે આ મારપીટના ઝઘડામાં ઘણી વખત કોઈ વ્યક્તિ ગંભીર રીતે જિહ્વાળ પણ અથતો હી છે તેમજ ઘણી વખત તેનું મૃત્યુ પણ થતું હોઈ છે. તેથીજ કહી શકાય કે આ દુનિયામાં વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં હત્યા છે કે હાર્ટઅટેક તેવી ગુંચવણો છે. આવો તમને પુરી હકીકત જણાવીએ.
મિત્રો મૃત્યુનો આ ધ્રુજાવી દેતો કિસ્સો સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં માનસિક વિભાગના વોર્ડમાં દાખલ થયેલી એક મહિલાનું ગઈકાલે રાત્રે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. જે મહિલાના મૃત્યુ અંગે તેના પતિ દ્વારા અન્ય એક માનસિક બીમાર મહિલા દર્દીએ ગળું દબાવી દીધું હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સામે આવેલા સીસીટીવીમાં બે મહિલા ઝપાઝપી કરતી કેદ થઈ છે, પરંતુ એને કારણે મોત થયું હોય એવાં કોઈ દૃશ્યો નજરે પડતાં નથી.
આ ઘટનામાં મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી નામની 40 વર્ષની સિંધીલોહાણા મહિલા કે જે છેલ્લાં 25 વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેને ગઈ 26મી તારીખે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં ગઈકાલે રાત્રે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જે બાદ આ બનાવ અંગે મૃતકના પતિ અશોકભાઈ હરદાસભાઇ ભટ્ટીજાણીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે તરતજ દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમજ આ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે પત્નીના મૃત્યુ બાદ તેના પતિ અશોકભાઈ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પોતાની પત્ની જે વોર્ડમાં દાખલ હતી, તેના વોર્ડમાં જ ચાર નંબરના બેડ પર દાખલ થયેલી માનસિક બીમાર એવી યુવતીએ આવેશમાં આવી જઇ પોતાના પત્નીનું ગળું દબાવી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે સામે આવેલા સીસીટીવીમાં બે મહિલાઓ વચ્ચે થતી ઝપાઝપી નજરે પડે છે, પણ એના કારણે મોત થયું હોવાનું પુરવાર નથી થયું. જ્યારે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત હાર્ટ-એટેકથી થયું હોવાનો ખુલાસો થયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો