ગરીબ વ્યક્તિના મસીહા એવા આ PSI ના નિધનથી સોશિયલ મીડિયા માં તહેલકો! જાણો શું કહી રહ્યા છે લોકો…

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

હાલ જે અકસ્માતની ઘટના સામે આવી રહી છે તેમાં પોરબંદરમાં વાયરલેસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા જેસિંગ જેઠાભાઈ જોગદિયાને અસ્માત નડતા નિધન થયું હતું. જે બાદ સોશિયલ મીડિયાથી લઈને સમગ્ર ગુજરાતમાં શોકનું મોજુ ફળી વળ્યું છે. આ બાબતે, ગુજરાતનાં DGP આશિષ ભાટિયાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ અકસ્માતની ઘટના ત્યારે બની જયારે psi ગાંધીનગરથી પોરબંદર પરત આવી રહ્યા હતા, ત્યારે કુતિયાણા નજીક એક પશુને બચાવવા જતા અકસ્માતનો શિકાર બનવું પડ્યું હતું.

આમ આ અકસ્માત 5 તારીખની રાત્રે સર્જાયો હતો, જેમાં જે જે જોગદિયા સહિત પોલીસ વિભાગના બોલેરોના ડ્રાઈવર કિશન મકવાણા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ, તે બન્નેને તાત્કાલિક ધોરણે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યા PSI જોગદિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, કિશન મકવાણાની સ્થિતિ ગંભીર હોવાને કારણે હાલ ICUમાં રાખવામાં આવ્યા છે. આમ આ સાથે આ ઘટનાનાં સમચાર સામે આવતા ગુજરાતના DGP એ પણ જે જે જોગદિયા સહિત તેમના પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમજ તમને જણાવીએ તો જે જે જોગદિયા ઘણા સમયથી ગરીબ શોષિત અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહી તે માટે કામ કરી રહ્યા હતા. તેઓ સરકારી વિભાગમાં આવતી અનેક પરીક્ષાઓની પણ નિ:શુલ્ક તૈયારી કરાવી રહ્યા હતા. જેને લઈને રવિવાર સવારથી તેમના નિધનના સમાચાર મળતા જ લોકોમાં ઓહાપો મચી ગયો હતો. આમ, સોશિયલ મીડિયામાં પણ તેમને શ્રદ્ધાજંલિ સાથે દુ:ખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ તેમના પોસ્ટમોર્ટમ માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમ, આવતીકાલે સોમવારે તેમને તેમના નિવાસ સ્થાન અમરેલીના છેલાણા ગામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *