પુજાના પાણી ની સાથે ઉતાવળમાં ભક્ત ગળી ગયો ભગવાનની નાની મૂર્તિ, અને પછી જે થયું તે જાણી ને આંચકો લાગશે…

ઘણી વખત અજાણ્યામાં આપણાથી એવી ભૂલ થઇ જતી હોઈ જે જે ભૂલને લીધે આપણો જીવ પણ જોખમમાં પડતો હોઈ છે. લૂ ઘણી વખત કોઈ ધ્યાનના અભાવ અને કોઈ નાની ભૂલને કારણે અકસ્માતનો શિકાર બનતા હોઈ છે. તેવીજ રીતિ હાલ એક ખુબજ ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં પણ વ્યક્તિને ખ્યાલ નો રહયો અને ઉતાવળમાં તેણે પાણી ની સાથે ભગવાનની નાની મૂર્તિ પણ ગળી ગયા જે પછી એક્સ રે કઢાવતા તેમાં સ્પષ્ટ જોવા મળી હતી. ચાલો તમને આ બનાવ વિષે રૂબરૂ કરાવ્યે.

આ ઘટના કર્ણાટકનાં બેલવાગીમાંથી સામી આવી રહી છે જ્યાં એક શખ્સ અજાણતા પાણી પીવાની સાથે શ્રીકૃષ્ણની નાની મૂર્તિ ગળી હોવાની આ ચોકાવનારી ઘટના બની છે. મૂર્તિ ગળી ગયા પછી તે વ્યક્તિને ગળામાં ખુબજ દુખાવો થવા લાગ્યો અને તેને શ્વાસ લેવામાં પણ ખુબજ તકલીફ પડવા લાગી. જે પછી ડોક્ટર પાસે બતાવતા એક્સ રે માં પણ ગળાના ભાગમાં મૂર્તિ જેવો શેપ હોવાનું સ્પષ્ટ થયું હતું. જે તેના ગળામાં ફસાઈ ગઈ હતી.

આમ મળતી માહિતી પ્રમાણે આ મૂર્તિ ગળી જનાર ૪૫ વર્ષીય યુવક પૂજાપાઠ કરવાનો નિત્યક્રમ હતો. જ્યારે તે પૂજા પાઠ કરવા બેસ્યો ત્યારે સવારમાં ભગવાનની નાનકડી ધાતુની મૂર્તિ એક વાસણમાં રાખી હતી. અને જે વાસણમાં આ મૂર્તિ રાખી તેજ વાસણમાં આ વ્યક્તિએ પાણી પીધું અને ઉતાવળમાં પાણી ની સાથે મૂર્તિ પણ ગળામાં જતી રહી હતી. જે પછી તેને ગળામાં ખુબજ દુખાવો થવા લાગ્યો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફો પડવા લાગી હતી.

જોકે મૂર્તિ સાવ પેટ માં ઉતરી નો હતી તેના શેપના કારણે તે ગળા માજ ફસાઈ ગઈ હતી. જે પછી તેની હાલત ખુબજ બગડવા લાગી અને તરતજ એન્ડોસ્કોપી પછી ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી. લગાવીની એક ખાનગી હોસ્પિટલના તબીબો માટે આ સહેલું ન હતું કારણ કે મૂર્તિનો એક પગ અન્નનળીની અંદર ઉંડે સુધી ફસાઇ ગયો હતો. ખૂબજ મહેનત પછી છેવટે મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી. દર્દીની તબિયત સારી છે ને હવે તે શ્વાસ પણ સારી રીતે લઇ શકે છે તેમજ ગળામાં કોઈ પણ જાતની ઈજા પણ પહોચી નો હતી. એટલું જ નહી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અંગેનો ફોટો વાયરલ થયો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.