સુરત ના દિવ્યાંગ યુવક ને લોટરી લાગી ! વિદેશી ભુરી સાત સમુંદર પાર કરી ને લગ્ન કરવા માટે આવી…જુઓ તસવીરો આવા લગ્ન નહી જોયા હોય
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં ફિલિપિન્સની ગોરીને સુરતના ૧૦ પાસ દિવ્યાંગ સાથે થઇ ગયો પ્રેમ અને જે બાદ બંનેએ હિંદુ રીતી રીવાજ પ્રમાણે કર્યા લગ્ન જેની તસ્વીરો પણ સામે આવી રહી છે.
આમ વાત કરીએ તો સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ છે. સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી અને બન્નેએ પ્રભુતામાં પગલા પાડ્યાં છે. અનોખા લગ્નના સાક્ષી બનવા સુરત અને સૌરાષ્ટ્રથી આવેલા સગા સંબંધી અને લોકોએ આ નવયુગલને આશિર્વાદ આપ્યા તો, દેશી યુવક વિદેશી યુવતીએ પોતાના લગ્નને યાદગાર બનાવવાની સાથે લોકશાહીને મજબૂત બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા મતદાન પછી જલપાન કરીશું તેવો સંકલ્પ શપથ રૂપે લેવડાવ્યો હતો.
તેમજ વાત કરીએ તો જન્મથી બન્ને પગથી દિવ્યાંગ એવા કલ્પેશભાઈની ઉંમર હાલ 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના કલ્પેશભાઈ માંડ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરી ચૂક્યા છે. સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં ગામમાં જ પાનની દુકાન શરૂ કર્યા બાદ છેલ્લાં આઠેક વર્ષથી સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે. તેમજ તમને જણાવીએ તો આ લગ્ન રવિવારના રોજ સુરતના વરાછા સ્થિત પાર્ટી પ્લોટમાં ધામધૂમ પૂર્વક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં કલ્પેસે વ્હીલચેર પર જ જાન લઈ આવ્યો હતો જે જોવામાં ખુબજ અલગ આને અનોખું હતું. દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવી હતી લગ્નના ફેરા પણ વ્હીલચેર સાથે જ ફર્યા હતા.જ્યાં બંને વચ્ચેના પ્રેમ અને સમર્પણ લાગણીઓ ખુબજ જોવા મળતી હતી. આમ રેબેકા પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરવા માટે તૈયાર થઈ હતી. સામાન્ય રીતે વિદેશમાં લગ્ન દરમિયાન દુલ્હન ગાઉન પહેરતી હોય છે પણ આ વિદેશી વહુએ લાલ જોડું પહેરીને જાનૈયાઓને ચોકાવી દીધા હતા.
તેમજ આ સાથે જણાવીએ તો આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે દૂર દૂરથી લોકો આવ્યાં હતાં. કલ્પેશભાઈના સુરત રહેતા સગા સંબંધીઓની સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલીથી પણ લોકો આવ્યાં હતાં. મહેમાનોએ દેશી-વિદેશીના કોમ્બિનેશન સમાન આ જોડીને ખૂબ આશિર્વાદ આપ્યા હતાં. આમ આ સાથે કલ્પેશભાઈ કહે છે કે, “ મને ફિલિપિન્સની ભાષા તો છોડો અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવે..એટલે થોડા દિવસો મિત્રો સાથે કે ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવા પ્રયત્ન કરતો હતો, પરંતુ બાદમાં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી હું તેના જવાબો અંગ્રેજીમાં વાળતો થઈ ગયો હતો. આ રીતે અમારી વચ્ચે ભાષાનું જે બંધન હતું એ તૂટી ગયું અને અમે એકબીજા સાથે ચેટ કરતાં થઈ ગયાં હતાં.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.