વડોદરામાં 12 વર્ષ ની બાળકી ના પેટ માથી ડોક્ટરે એવી વસ્તુ કાઢી કે જોઈ તમારી આખો ફાટી જશે ! જુઓ શુ છે…
ઘણી વખ આપણી સાથે એવી એવી ઘટના બની જતી હોઈ છે જેની આપણને જાણ પણ હોતી નથી. તેવીજ હાલ એક ખુબજ અજીબ ઘટના લઈને તમારી પાસે આવ્યા છીએ જેમાં એક નાની 12 વર્ષની છોકરીના પેટ માંથી એવી એવી વસ્તુ નીકળી કે જે જાણી તમને પણ વિશ્વાસ નહિ આવે. આવા બનાવ આવર નવાર તારે ઘણી વખત જોયા હશે કારણ કે નાના બાળકો રમત રમત માં પોતાના શરીર સાથે શું ક્રીઓ બેસે છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે આ બાળકી કઈંક એવીજ ભૂલ કરીને બેઠી છે આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ કિસ્સો વડોદરા કિશનવાડી વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે જ્યાં એક પરિવારની 12 વર્ષની બાળકીની હોજરીમાંથી વાળના ગુચ્છાની પત્થર જેવી સખત ગાંઠ કાઢીને એને તબીબી તકલીફોમાંથી મુક્તિ અપાવી છે. સર્જરી વિભાગ દ્વારા તેના વડા ડો.દિલીપ ચોકસીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન આ પ્રકારની વિવિધ સર્જરી કરી, જરૂરિયાતમંદ દર્દીઓને રાહત આપવામાં આવે છે.
તેમજ આ સાથે ડો.ડી.કે.શાહનું અનુમાન છે કે આ બાળકી લાંબા સમયથી વાળ ખાતી હોવી જોઈએ. કારણ કે તેના લીધે બંધાયેલી 80 સેમીની ગાંઠ આખી હોજરીમાં ફેલાઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી. અને તેના કુટુંબીજનોને બાળકી ચોક અને માટી ખાય છે, પણ વાળ ખાય છે એવી ખબર જ ન હતી..!! આ ગાંઠને લીધે હોજરીમાંથી ખોરાક આગળ જ વધતો ન હોવાથી બાળકીને ઊલટીઓ થતી હતી.
તેમજ વાત કરીએ તો આમ તો આ બાળકીને કોઈ મનો ચિકિત્સકિય સમસ્યા ન હતી એવી જાણકારી આપતાં ડો.રાકેશ ગાંધીએ જણાવ્યું કે તેમ છતાં, વાળ જેવી અખાદ્ય વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા – ઇમ્પલ્સના નિયંત્રણમાં ઉપયોગી થોડીક દવાઓ અમે આપી અને પરિવારને બાળકોને આ પ્રકારની આદતો ન પડે એ માટે તેમના નિરીક્ષણની સલાહ આપી. ઘણીવાર કેલશ્યમ જેવા તત્વોની ઉણપને લીધે બાળકોમાં ચોક, માટી, કચરો, વાળ જેવી અખાદ્ય વસ્તુઓ ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે એવું એમનું કહેવું છે.