કુતરાએ યુવકને અડફેટે લીધો! વિડીયો જોઇને લોકો બોલ્યા કે ‘કુતરા પર હિટ એન્ડ રન…જુઓ આ ફની વિડીયો

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને સૌ કોઈ હસી પડતું હોય છે. અમુક વખત હસાવી દેનાર વિડીયો વાયરલ થતા હોય છે તો અમુક વિડીયો ભાવુક પણ કરી દેતા હોય છે. એવામાં કુતરા સાથે જોડાયેલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કુતરું એવું કરે છે કે જોઇને સૌ કોઈનું હાસ્ય છુટી જાય છે.

મિત્રો જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા નાના મોટા પશુ-પ્રાણીઓના અનેક વિડીયો વાયરલ થતા જ રેહતા હોય છે. એવામાં કુતરાના વિડીયો વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર કુતરાના અનેક વિડીયો સામે આવતા હોય છે જે લોકોને પણ ખુબ પસંદ આવતા હોય છે. એવામાં આ વિડીયો પણ વાયરલ થયેલ છે જેમાં એક કુતરાએ યુવકને એવી રીતે અડફેટે લીધો કે યુવક કમર પકડીને બેઠી ગયો.

વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ આવીને કાર પાર્કિંગ કરે છે પછી તે રસ્તા તરફ ચાલવા લાગે છે, રસ્તા પર આ યુવક આજુબાજુ વાહનનું ધ્યાન રાખે છે કે કોઈ વાહન આવતું તો નથી. ત્યારબાદ જેવો યુવક આગળની સાઈડ જુવે છે તેવું તરત જ રસ્તા પર એક કુતરું પુર ઝડપે આવે છે અને આ યુવક સાથે ભટકાય છે જેમાં કુતરુંતો એની ધૂનમાં દોડ્યું જાય છે પણ યુવક રસ્તા પર પડી જાય છે. વિડીયો જોતા તો એવું લાગે છે કે યુવકને કમરના ભાગે સારું વાગ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)

તમને જણાવી દઈએ કે આ વાયરલ વિડીયો instagram પર meemlogy નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી દીધી છે. જણાવી દઈએ કે આ વિડીયો પર લગભગ ૨ લાખથી પણ વધુ લાઇકા આવી છે અને લોકો આ વિડીયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમાં યુઝરો ફની અંદાજમાં જણાવે છે કે ‘કૂતરા પર હીટ એન્ડ રનનો કેસ થવો જોઈએ’

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *