તાલાલા ગીરથી આકોલવાડી ગામ તરફ જઈ રહેલી ખાનગી બસે છોટા હાથી વાહનને અડફેટે લેતા વાહન ચાલકનું કમકમાટી ભર્યું મોત જયારે બીજો વ્યક્તિ…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટનામાં તાલાલા ગીરથી આકોલવાડી ગામ તરફ જઈ રહેલી ખાનગી બસે સામેથી આવી રહેલા છોટા હાથીને અડફેટે લીધું હતું જેમાં છોટા હાથી ચાલકને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને તેની સાથે આવેલ બીજા વ્યક્તિને ઈજા થતા તરતજ તેને હોસ્પિટલ ખસેડાયો હતો.

તો ઘટના એવી હતી કે તલાલા ગીર થી આંકોલવાડી ગામ તરફ જતી ગુંદરણ રોડ ઉપર નાગબાપાની બોરડી નજીક ખાનગી બસે સામેથી આવતા માલવાહક છોટા હાથી વાહનને ટક્કર મારી હતી. જેમાં છોટા હાથીનો આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. જેના કારણે છોટા હાથીના ચાલક જાલમસિંહ મુળુભાઇ ગોહિલ (ઉ.વ.40) રહે.પસવાળા તા.ઉનાવાળાને ફ્રેકચર તથા માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

જયારે તેઓની સાથે વાનમાં આવી રહેલા ભીમભાઈ નથુભાઈ ગોહિલ (ઉ.વ.51) રે.મોઠા-ઉના વાળાને માથા-જડબામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાલાલામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત માલવાહક છોટા હાથી નવી લીધી હોવાથી તેની શો રૂમમાં સર્વિસ કરાવવા માટે જઈ રહ્યા હતા અને વચ્ચે તેમને મોત આંબી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતકના ભાઈ દોલુભાની ફરીયાદ ઉપરથી ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.