ધસમસ પાણી ના પ્રવાહ મા હાથી એ મહાવત નો સાથ ના છોડ્યો! જુવો વિડીઓ આવી રીતે જીવ બચાવ્યો

સોશિયલ મીડિયા પર અનેક પ્રાણી પ્રેમીઓ ના વિડિયો જોવા મળતા હોય છે.આવા ઘણા વીડિયોમાં મનુષ્ય અને પ્રાણી વચ્ચે નો પ્રેમાળ સબંધ જોવા મળતો હોય છે જેમ પ્રાણી પોતાના માલિક માટે અને માલિક પોતાના પાલતુ પ્રાણી માટે જાન પણ ન્યોછાવર કરવા તૈયાર હોય છે.બંને વચ્ચે એવો અજીબ સબંધ જોવા મળે છે કે જે જોઈ આપણને પણ એમ થાય કે આપણે પણ આવા વફાદાર પ્રાણી નો  સાથ મેળવીએ.ઘણા વિડિયોમાં મનુષ્ય અને પ્રાણી વચ્ચે ના પ્રેમ ને જોઈ આપણે પણ ભાવુક બની જતા હોઈએ છીએ.

આજે માણસ એક બીજા નો મુશ્કેલી માં સાથ નથી આપતો અને છોડી ને જતો રહે છે ત્યારે પ્રાણી એક એવો જીવ છે જે પોતાની વફાદારી ભૂલતું નથી.અને પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાના માલિક ની રક્ષા કરતું જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલ એવી જ એક ઘટના જોવા મળી રહી છે.જેમાં હાથી પોતાના મહાવત નો જીવ બચાવ તો નજરે આવી રહ્યો છે.આ ઘટના બિહાર ના વૈશાલીના રાધોપુર ની છે.જેમાં એક હાથી પોતાના મહાવત સાથે ગંગા નદીમાં તરતો જોવા મળ્યો છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મંગળવારે ગંગા માં અચાનક પાણીનો વધારો થવાના કારણે હાથી અને તેના પર બેઠેલો મહાવત મુસીબત માં ફસાયા હતા.મહાવત હાથી સાથે ગંગા પાર કરી રહ્યો હતો હાથી રાધોપૂર થી પટના તરફ જઈ રહ્યો હતો.એવામાં ગંગા માં પાણી વધી ગયું હતું.જેમાં હાથી ઘણીવાર આ પાણીમાં ડૂબી ગયો જોવા મળ્યો હતો પરંતુ ગંગાના અફાટ પાણી વચ્ચે પણ હાથી ની ટોચ પર બેઠેલા મહાવત ને બીજા કિનારે લઇ ગયો હતો.


હાથી ને રૂસ્તમપુર નદી ના ઘાટથી પટના જવાનું હતું. રૂસ્તમ ઘાટ પર પહોંચીને જાણવા મળ્યું કે પીપા પુલ તો ખુલ્લો થઈ ગયો છે.આથી અચાનક પાણી વધી ગયું અને બંને વચ્ચે જ ફસાઈ ગયા.હાથીની રખેવાળી કરતા મહાવત એ નદી પાર કરવાનું નક્કી કર્યુ.નદીમાં જોરદાર પાણીના પ્રવાહ ના કારણે મહાવત નીચે ઉતરી હાથી સાથે નદી પાર કરવા ગયા.

પાણીના જોરદાર પ્રવાહ ની વચ્ચે પણ હાથી લગભગ ૧ કિલોમટર સુધી તરતો રહ્યો.આવા પ્રવાહ વચ્ચે પણ હાથી એ મહાવત નો સાથ છોડ્યો નહી.અને અનેક મુસીબતો સહન કરી બંને સુરક્ષિત નદી પાર કરી ગયા.જ્યારે હાથી ની ઉપર બેઠી મહાવત નદી પાર કરી રહ્યા હતા ત્યારે બોટમાં રહેલા કોઈ વ્યક્તિએ તેનો વિડિયો બનાવ્યો.આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *