આ પરિવારે ઘરના વડીલ નું એ રીતે સન્માન કર્યું કે ઘરના વડીલ દાદા ના હાથે નવા ઘર નું ઉદઘાટન કરાવી …..

આજકાલ  માતા પિતા ને તરછોડી કે વૃદ્ધાશ્રમ માં મૂકી આવવના કિસ્સા બહુ જ વધી રહ્યા છે. આખી જિંદગી જે માં બાપે પોતાના સંતાનો નીં જ ચિંતા કરી અને તેમના જ સપના પુરા કરવાનું વિચાર્યું તે જ માતા પિતા ને વૃદ્ધ થતા બાળકો તરફ થી પાછળની જીંદગીમાં જ ધક્કો મારી દે છે. ત્યારે જીવતર દોજખ બની જતું હોય છે. જો કે આજના સમયમાં ઘણા એવા પણ કિસ્સા બનતા હોય છે  જે જોઈ ને લોકો નવાઈ પામે છે આવો જ એક વિડીઓ હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે જેમાં વડીલો નું સમ્માન કરવામાં આવતું જણાઈ રહ્યું છે. આ વિડીયો હજારો લોકો એ લાઇક અને શેર કર્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આ પરિવારના દાદા પાસે નવા ઘરનું ઉદઘાટન  કરવામાં આવે છે. આ વિડીયો સોજીત્રા પરિવારના નામે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક પરંપરાગત વસ્ત્રોમાં કાઠીયાવાડી દાદા રીબીન કાપી નવા ઘરનું ઉદઘાટન કરે છે. વૃધ્ધો ને પરિવાર ના આધારસ્તંભ ગણવામાં આવે છે તેઓ ના આશીર્વાદ થી હમેશા ઘરના લોકો ખુશ જોવા મળે છે અને આ વિડીયોમાં આ પરીવારના સભ્યો આ વડીલ દાદા ને જે માન આપે છે તે આંખ ને ગમે તેવો નજરો છે.

ઘરના તમામ સભ્યો દાદા ને બહુ જ વિનમ્રતા થી પગે લાગે છે અને નાના બાળકો થી માંડી દીકરા ઓ અને વહુ તથા દીકરીઓ પણ દાદા ને પગે લાગી રહી છે. અને તેમના આશીર્વાદ મેળવી રહી છે. ત્યાર પછી વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે દાદા ઘરમાં મુકેલી માતાજી ની તસ્વીર ને પગે લાગવા જાય છે ત્યારે માતાજી ની છબી પાસે નીચે બેસી ને પગે લાગે છે અને પોતાની પાઘડી નીચે ઉતારી લે છે અને માતાજી ના આશીર્વાદ લે છે. આમ માતાજી ને પગે લાગતી  વખતે પાઘડી ઉતારી દેતા દાદા પોતાના સંસ્કાર દર્શાવે છે.

પરિવાર તરફ થી મળેલું આ માન સમ્માન દાદા ના આખો માં  સ્પષ્ટ જોઈ સકાય છે. આ વિડીયો ક્યાંનો છે એ  તો ખબર નથી પડી પણ વિડીયો વાયરલ થતા જ લોકો સોજીત્રા પરિવારના ખુબ વખાણ કરી રહ્યા છે. એક ફેસબુકના  વાચકે કમેન્ટ કરી હતી કે, મકાન હવે મંદિર બની ગયું, જાત્ર, યાત્રા,કે પૂજા પાઠ ની હવે જરૂર નથી  તો એક અન્ય યુઝર્સે લખ્યું હતું કે આવા દીકરાઓને ધન્ય છે અને એથી પણ વિશેષ તેમના માં બાપ કે જેમને ૨૧ મી સદીમાં આવા ઉતમ સંસ્કાર આપ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.