5 મહિનાથી ગુમ થયેલ દીકરાની માનતા કરવા ઉજ્જૈન પહોંચ્યો પરિવાર! જેવા મંદિરમાંથી નીકળ્યા ત્યાં તો દીકરો….કોઈ ચમત્કાર કે?

મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી દેશમાં અને રાજ્યમાં લોકોમાં ગુમ થવાના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. તેમજ જે વ્યક્તિ ગુમ થતો હોઈ છે તેની પાછળ ઘણા કારણો હોઈ છે તે કારણો ઘણી વખત ખબર પડતી હોઈ છે જોકે ઘણી વખત તે કારણ હંમેશા માટે દબાઈ જતું હોઈ છે. હાલ તેવોજ કિસ્સો સામે આવી રહ્યો જોકે ગુમ થઈ ગયેલ યુવક પોતાના પરિવાર પાછો મળી આવ્યો છે આમ આ ઘટનાને ચમત્કાર માનવો કે સંયોગ. આવો તમને વિગતે જણાવીએ.

આ કહાની ઉત્તર પ્રદેશના કાસગંજના રહેવાસી શ્રીકૃષ્ણ કુમારની છે. તેમના જણાવ્યા અનુસાર, લગભગ 5 મહિના પહેલા માનસિક રીતે નબળો તેમનો દીકરો અચાનક ક્યાંક ગુમ થઈ ગયો હતો. પિતાએ તેને બધી જગ્યાએ શોધ્યો, પોલીસમાં પણ મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો, પણ તે ન મળ્યો. પિતાએ લગભગ તમામ આશાઓ છોડી દીધી હતી કે તેમનો દીકરો ક્યારેય પાછો આવશે. દરેક જગ્યાએથી નિરાશ થયા બાદ ખાલી ભગવાન પર ભરોસો હતો. તે જ સમયે કોઈએ તેમને કહ્યું કે, ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં જઈને માનતા રાખો, કદાચ આપનો દીકરો મળી જાય.

તેમજ શ્રીકૃષ્ણ 800 કિમી દૂર ઉજ્જૈન આવ્યા અને મહાકાલને પોતાના દીકરા માટે પ્રાર્થના કરી. તે જ સમયે એક ચમત્કાર થયો. તેમને મંદિર પરિસરમાં જ બાજૂના એક આશ્રમમાંથી ખોવાયેલો દીકરો મળી આવ્યો. આ જોઈને પહેલા તો શ્રીકૃષ્ણને વિશ્વાસ ન બેઠો, બાદમાં તો દીકરાને ભેટીને પોક મુકી રડવા લાગ્યા. તેમણે કહ્યું કે, સાચ્ચે જ આ તો મહાકાલનો ચમત્કાર છે. જેની આશાએ તેઓ અહીં આવ્યા હતા, તે મંદિરમાં પગ મુકતા જ તેમની આશા ફળીભૂત થઈ.

મીડિયા સાથે વાત કરતા શ્રીકૃષ્ણે કહ્યું કે, “તેઓ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના રામસિંહપુરા સોરોના રહેવાસી છે. પાંચ ભાઈઓ અને એક બહેનમાં માનસિક રીતે બિમાર પંકજ 17 વર્ષનો છે. શ્રીકૃષ્ણ મજૂરી કરે છે. તેમ છતાં તેમણે દીકરાની સારવાર કરવામાં જરાયે પાછીપાની કરી નહીં. તેમના જણાવ્યા અનુસાર, પંકજ છત પર સુઈ રહ્યો હતો, પણ બીજા દિવસે સવારે ગાયબ થઈ ગયો, તેને શોધવા માટે અલીગઢ, બરેલી અને દિલ્હી સહિત તમામ શહેરો ખુંદી વળ્યા, પણ ક્યાંય મળ્યો નહીં, અને હવે મળ્યો તો બાબાના દરબારમાં.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *