ઘરે દીકરીનો જન્મ થતા પરિવાર એટલો ખુશીમાં આવી ગયો કે સ્વાગત માટે હેલીકોપ્ટર મંગાવી લીધું….

ભારતમાં એક સમય એવો પણ હતો કે દીકરાનો જન્મ  થતા પેંડા વહેચવામાં આવતા અને દીકરી નો જન્મ થતા લોકો જલેબી વહેચતા . તે જમાના માં લોકો દીકરા દીકરી વચ્ચે બહુ ભેદભાવ રાખતા હતા કેમ કે ત્યારે એવું લાગતુ  કે દીકરો કમાઈ ને આપશે અને માં બાપ ને તેની સાથે જ રહેવાનું છે જયારે દીકરી તો સાસરે જતી રહેશે અને તેને  કરિયાવર કરી આપવો પડશે.  આથી તે જમાના માં દીકરીઓ નો જન્મ થાય ત્યારે ઘરમાં જાણે માતમનો માહોલ જોવા મળતો હતો .

હવે વીતેલા સમયની સાથે અનેક બાબતો અને રીત રીવાજો માં પણ બહુ સુધારા થયા છે ભારતીયોએ દીકરીના જન્મને ઉત્સવ માનીને  જશ્ન મનાવાનું શરુ કર્યું અને સાથે જુની પરંપરા અને પ્રથા તે તોડીને બહુ જ ધૂમધામ થી દીકરીનું સ્વાગત કરવાનો નવો દોર શરુ કર્યો છે.એવામાં ભારતના વિવિધ રાજ્યોમાં માતા પિતા દીકરીના જન્મ પર દાન પુણ્ય અને ભવ્ય સ્વાગત નો કાર્યક્રમ આયોજિત કરવા લાગ્યા છે .

જેમાં પુનાના રહેવાસી એક કપલ નું પણ આમાં નામ શામેલ થયું છે જેને ઘરમાં એક દીકરીને જન્મતા જ તેના સ્વાગત માટે પિતા એ હેલીકોપ્ટર ભાડે પર લઇ લીધું .મહારાષ્ટ્ર ના પુના જીલ્લામાં સ્થિત શેલગામ માં વિશાલ જારેકર નામના વ્યક્તિ રહે છે . જેની પત્ની એ જાન્યુઆરી ૨૦૨૨ માં એક દીકરીને જન્મ આપ્યો હતો. આ સમયે વિશાલની પત્ની પોતાના પિયર એટલે કે ભોવસરી ગામમાં હતી એટલે તેની દીકરીનો જન્મ ત્યાં જ થયો હતો.

વિશાલના પરિવારમાં પહેલી વાર દીકરીનો જન્મ થયો હતો એટલા માટે તેમણે પોતાની દીકરીનું નામ રાજલક્ષ્મી રાખ્યું .આવામાં જયારે  રાજલક્ષ્મી ૩ મહીના ની થઇ ગઈ ત્યારે વિશાલ એ પોતાની પત્ની અને દીકરીને ઘરે શેલગામ લાવવાનો વિચાર કર્યો .પરંતુ તે પોતાની દીકરી ના સવાગત માટે કઈક અલગ કરવા ઈચ્છતા હતા .માટે તેમણે એક હેલીકોપ્ટર ને ઉધાર પર લીધું .વિશાલ આ હેલીકોપ્ટર પર સવાર થઈને પોતાની દીકરી અને પત્નીને લેવા તેના પિયર પહોચ્યા .

ત્યાર પછી તે પોતાની પત્ની અને દીકરીને  હેલીકોપ્ટર માં બેઠાડીને  પોતાના ગામ લઇ આવ્યા . આવામાં જયારે વિશાલ પોતાની દીકરી રાજલક્ષ્મી અને પત્ની સાથે પોતાના ગામ શેલગામ આવ્યો તો તેમના પરિવાર ના લોકો એ રાજલક્ષ્મી ના સ્વાગત માટે ફૂલો વરસાવી અને બહુ જ ભવ્ય સ્વાગત કર્યું .ત્યાં જ શેર ગામ માં હેલીકોપ્ટર ને ઉડતા ને જમીન પર આવતા જોવા માટે સ્થાનિક લોકો ની ભીડ જોવા મળી હતી.

વિશાલે હેલીકોપ્ટર ભાડે થી લેવા માટે લગભગ ૧ લાખ રૂપિયા નો ખર્ચ કર્યો હતો.જયારે દીકરીના સ્વાગત અને નામકરણ સંસ્કારમાં પણ તેમણે ખુબ ખર્ચ કર્યો હતો.આ જોતા એવું કહેવું ખોટું નહિ હોય કે હવે ભારતમાં દીકરીઓના જન્મ પર હવે બહુ  ધામધૂમ અને ભવ્ય સ્વાગત નું ચલન ખુબ તેજીથી આગળ વધી રહ્યું છે.

ગયા વર્ષે મધ્યપ્રદેશ ના ભોપાલ શહેર માં પાણીપૂરી વેચવાવાળો એક વ્યક્તિ જેના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જેના પછી પાણીપુરી વાળા એ પોતાના સ્થાનિક લોકોને ફ્રીમાં ગોલગપ્પા ખવડાવ્યા હતા. આવી જ રીતે ઘણી જુદી જુદી જગ્યા એ દીકરીના જન્મ થતા વૃક્ષ રોપવું , ભોજન કરાવવું કે અન્ય સ્વાગત  સમારોહ નું આયોજન કરવાની અનોખી પ્રથા કરવામાં આવે છે    

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *