ખેડુત ની દીકરી એ રંગ રાખ્યો ! ધોરણ 12 મા એવી સફળતા મેળવી કે આખુ ગામ અભિનંદન…

હાલ થોડા સમય પહેલાજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેથી ગુજરાતમાં સારા ટકા લાવી પાસ થયેલ વિદ્યાર્થીઓ ખુબજ ખુશ છે અને તેમના આગળના ભવિષ્ય ને રોશન કરવા માટે આતુર થઇ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ હાલ પાસ થયા છે તેમજ જેઓના પરિણામ શહેરમાં અને રાજ્યમાં ખુબજ સારા આવ્યા છે તેમના માતા પિતા તેમજ સમગ્ર પરિવાર તેમના પર ખુબજ ગર્વ કરી રહ્યા છે.

 

તેમજ ગાંધીનગર જીલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૮૭.૮૪ ટકા રીઝલ્ટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે. તેમજ શહેરમાં અભ્યાસ કરી રહેલ એક નાનાકડા ખેડૂત ની દીકરી ખુશી પટેલ બોર્ડની પરિક્ષા માં ૯૯.૮૧ PR હાંસલ કરનાર ધ્રાંગધ્રા તાલુકાની સોલાડી ગામ ની વતની કે જેના આત્મવિશ્વાસ ની દાદ આપવી જોઈએ. આજે જ્યારે પરિણામ જાહેર થયું હતું તે પહેલાજ ખુશી એ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માટેનો અબ્યાસ શરુ કર્યો હતો. ખુશી ને આગળ વધતા ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાની ઈચ્છા છે જેથી તેના માતા પિતા નું નામ રોશન કરી શકે.

વધુમાં જણાવ્યે તો રાજ્યમાં લગભગ ૪.૨૨ લાખ વિદ્યાર્થીઓએ આ પરિક્ષા આપી હતી. જેમાં થી જોઈએ તો ૨.૯૧ લાખ વિદ્યાર્થીઓજ પાસ થયા અને બાકીના ફેલ તેની સાથેજ રાજ્યમાં ૮૬.૯૧ ટકા પરિણામ આવ્યું છે. તેમજ થોડા સમય પહેલા કોરોનાકાળ ચાલી રહ્યો હતો અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. અને તે મહામારી નાં ૨ વર્ષ પછી ઓફલાઈન પરિક્ષા યોજાઈ હતી.

તેમજ ગાંધીનગર જીલ્લાની વાત કરીએ તો ત્યાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૮૭.૮૪% રીઝલ્ટ જાહેર થયું છે. અને પરિક્ષા નાં સમયે કુલ ૧૧ હજાર ૨૨૭ વિદ્યાર્થીમાંથી ૧૧ હજાર ૧૬૧ વિદ્યાર્થીઓ એ પરિક્ષા આપી હતી જેમાં માત્ર ૪૨ વિદ્યાર્થીઓજ A1 કેટેગરીમાં ઉતીર્ણ થયા છે. જેઓના પરિવારના નામ રોશન થઇ ગયા છે. આમ તેવીજ રીતે હોસ્ટેલ માં અભ્યાસ કરતી ખુશી સુરેશભાઈ પટેલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૮૧ PR લાવીને તેમના માતા પિતા નામ રોશન કર્યું છે અને ગામના લોકો પણ તેણી ને અભિનંદન આપી રહ્યા છે. ખુશી એ તેની મહેનત અને ખુબજ સંઘર્ષ બાદ આ મહત્વની સફળતા હાંસિલ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.