પિતા એ દીકરીઓને લગ્ન મા એવી ભેટ આપી કે સૌ ની આંખો મા આંસુ આવી ગયા ! બે વર્ષ પહેલા અવસાન પામેલી માતાની લગ્ન મા કમી પુરી થઇ….જુઓ તસ્વીરો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામથી કરતા હોઈ છે પરિવારના બધાજ સભ્યોની હાજરીમાં વડીલોના આશીર્વાદ લઈને નવ યુવગ પોતાના એક નવા જીવનની શરુઆત કરતા હોઈ છે. તો જ્યારે જ્યારે પરિવારના મહત્વ સભ્ય લગ્નમાં હજાર નથીહોતા ત્યારે તેની કમી હમેશા માટે આપણને યાદ રહી જતી હોઈ છે. તેવામાં હાલમાં એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક પિતાએ તેની દીકરીના લગ્નમાં માતાની કમી દુર કરવા એવી અનોખી ભેટ આપી કે તમે પણ વખાણ કરતા થાકશો નહિ. આવો તમને આ અનોખા લગ્ન અને અનોખી ભેટ વિષે વિગતે જણાવીએ.

વાત કરવામાં આવે તો આ અનોખી ભેટ વાળા લગ્ન અંકલેશ્વર માંથી સામે આવી રહ્યા છે જ્યાં પીયુષભાઈ પટેલે કે જે પોતે વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેમજ તેમના પત્ની સ્વ.દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું. તેવામાં હાલ તેમની પુત્ર દૃષ્ટિ અને સૃષ્ટિમાં લગ્નનો પ્રસંગ હોઈ તેથ્તી પુત્રીઓ માટે માતાની કમી દુર કરવા અનોખી ભેટ આપવાનું વિચાર્યું હતું.

આમ તેથી આ લગ્ન પ્રસંગમાં માતાની હાજરી રહે તે માટે પોતાના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી. સ્વ.દક્ષાબેન પટેલની આબેહૂબ મૂર્તિ બનાવવા માટે 45 દિવસનો અથાક પરિશ્રમ કર્યો હતો.

આ મૂર્તિ જોવામાં ખુબજ સાચી અને આબેહુબ ત્યાં દક્ષાબેન બેઠયા હોઈ તેવું લાગતું હતું. આમ જ્યારે પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. જોકે આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં. પીયુષભાઈ પટેલે આ અનોખી ભેટ આપીને પુત્રીઓ માટે એક અલગ અને અનોખો પ્રસંગ બનાવી દીધો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *