આ ક્રિકેટરના પિતા છે કરોડોના માલિક, જે કરે છે બિસ્કિટનો બિઝનેસ… જાણો તેમના વિશે…
જીવનમાઁ વ્યક્તિ કોઈપણ ઉંચુ મુકામ હાંસીલ કરી લે પરંતુ તેને જેમાં રસ હોઈ તેમજ તેને જે કામ કરવું ગમતું હોઈ અને ભલે તે કામ નાનું હોઈ કે મોટુ હોઈ પરંતુ વ્યક્તિ પછી તેજ કામ કરતો હોઈ છે. અને અમુક લોકો પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં સાદગી ભર્યું અને એક સરળ જીવન જીવવાનું પસંદ કરતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો લઈને તમારી સામે રજુ કરવા જઈ રહ્યાં છીએ. જાણો વિગતે.
હાલમાં વિશ્વ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પણ મેચ થઇ હતી. ત્યારે તે વચ્ચે શ્રીલંકાના પૂર્વ દિગ્દ ખેલાડીના પરિવારની સ્ટોરી વાયરલ થઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ વધુ વિકેટ લેનાર ખેલાડીના પિતા આજે પણ બિસ્કિટ વહેંચે છે. હાં અમે વાત કરીએ છીએ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરની. મુથૈયા મુરલીધર દુનિયામાં સૌથી વધારે ટેસ્ટ અને વનડેમાં વિકેટ લેવાવાળો ખેલાડી છે. કરોડોની સંપત્તિ હોવા છતાં આજે તેના પિતા બિસ્કિટ વહેંચે છે. મુથૈયા મુરલીધરના પિતા સીનનાસામી આજે પણ એક ફેક્ટરી ચલાવે છે.
તેમજ વાત કરીએ તો સીનનાસામી ‘લકિલેન્ડ’નામની બિસ્કિટ કંપનીમાં મેનેજીંગ ડાયરકેટર છે. હાલ આ શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી બિસ્કિટની કંપની છે. ખબરોનું માનીએ તો આ કંપનીમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જે ખુબજ મોટી વાત છે. સીનનાસામીનની ખાસ વાત એ છે કે તેનું માર્કેટિંગ વધારવા માટે તેના પુત્ર મુરલીધરણનો ક્યારે પણ ઉપયોગ નથી કર્યો. જે એક ગર્વ લેવા જેવી વાત છે.
ભલે મુરલીધરનના પિતા તેના પુત્રનો ધંધામાં ઉપયોગ ના કરે પરંતુ બધા લોકો જાણે છે કે,આ બ્રાન્ડ મુરલીધરનના પિતાની છે. પુત્રનું કરોડોમાં કમાણી અને આલીશાન ઘર હોવા છતાં જો પર્સનલ લાઇકની વાત કરવામાં આવે તો મુરલીધરનના પિતા બહુજ સાઘ્વી પૂર્વકની જિંગ્ગી જીવે છે.ત હંમેશા સફેદ કલરની લૂંગીમાં જ જોવા મળે છે. પુત્રની કરિયર બાબતે 75 વર્ષીય સીનનાસામી કહે છે કે, ફેક્ટરીની સિમેન્ટની દીવાલ પાસે જ મુરલી તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો.