25 વર્ષ પહેલા જે પિતા નો દાડો કરી કાઢ્યો એ પિતા જીવતા ઘરે પહોચ્યા! સર્જાયા એવા ભાવુક દ્રશ્યો કે…

આધુનિક સમયમાં એવી અજીબો ઘટના થતી જોવા મળે છે કે તેના પર વિશ્વાસ કરવો અશક્ય બની જાય છે સુ તમે સાંભળયુ છે કે કોઈ મૃત વ્યક્તિ પાછો આવી સકે , તમે પણ કહેશો કે આવું શક્ય જ નથી પરંતુ આવું એક જગ્યા એ બનવા પામ્યું છે જ્યાં વાસ્તવમાં બન્યું એવું કે એક પિતા પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ઘર મૂકી ૨૫ વર્ષ  પહેલા ઘરેથી જતા રહ્યા હતા જેને પરિવારના લોકો ને શોધ્યા છતાં જયારે તેમની કોઈ ખબર ના મળી તો ત્તેમને મૃત માની તેમનો દાડો કરી નાખ્યો હતો અને અંતે ૧ મહિના પહેલા જ જાણ થઇ કે તેમના પિતા તો જીવત છે. અને આ વાત સત્ય છે ચાલો જાણ્યે પૂરી વાત.

ઓડીસના કટક ના એક ગામના સોમેશ્વર દાસ માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ ૨૫ વર્ષ પહેલા ઘરે થી ચાલ્યા ગયા હતા. પરિવારના લોકો એ ઘણા વર્ષો સુધી તેમની શોધખોળ કરી પરંતુ તેમના કોઈ સમાચાર મળ્યા નહિ. આથી પરિવારના લોકો એ સોમેશ્વર દાસજી ના મળવાની ઉમ્મીદ મૂકી દીધી. અને અંતે રીત રીવાજો અનુસાર ૨૪ વર્ષ પછી તેમને મૃત માની તેમનો દાડો પણ કરી નાખ્યો. પત્ની પોતાના પતિ ને મૃત સમજી ને તે પણ એક વિધવાની જેમ જીવન જીવવા લાગી હતી. પરંતુ એક મહિના પહેલા તેમના ઘરે આશ્રમ થી આવેલા એક ફોન એ તેમના ઘરમાં ફરી  ખુશીઓ ભરી નાખી.

સુચના મળતા જ કટક થી સોમેશ્વર દાસજી ને તેમના દીકરા લેવા માટે ઘરે થી આશ્રમ માં તેમને  લેવા પહોચ્યા અને સાથે અનેક ખુશી લઈને ઘરે પાછા ફર્યા. પોતાના પિતાને ઘરે લાવવા આશ્રમે પહોચેલા દીકરા સંતોષભાઈ એ જણાવ્યું કે, લગભગ ૨૫ વર્ષ પહેલા તેમના પિતા ની માનસિક હાલત સારી ન હોવાથી તેઓ કટક થી નીકળી ગયા હતા. તેમની ઘણા વર્ષો સુધી તપાસ કર્યા પછી પણ જયારે તેમની કોઈ ખબર ના મળી. ત્યારે તેમણે ત્યાં એક માન્યતા છે જો કે જો કોઈ વ્યક્તિ ૧૨ વર્ષ સુધી લાપતા ગણાય અને તે મળે નહિ તો તેને  મૃત સમજી લેવામાં  આવે છે પરંતુ માતા ને વિશ્વાસ હતો કે પિતા સોમેશ્વર દાસજી જરૂર આવશે.

અને અંતે ૨૪ વર્ષ થઇ ગયા પછી સામાજિક માન્યતા અનુસાર , સોમેશ્વર દાસજી ને મૃત સમજી ને તેમનો દાડો કરી નાખવામાં આવ્યો. આટલું જ નહિ સોમેશ્વર દાસજી ની પત્ની સોનલતા બેન એ પોતાના પતિ ને મૃત સમજી વિધવા ની જેમ જીવન જીવવા લાગ્યા હતા. પરંતુ અચાનક ૧ મહિના પહેલા પરિવારના લોકો ભરતપુર ના ‘અપના ઘર આશ્રમ’ થી એક ફોન આવ્યો અને ત્યાંથી સુચના મળી કે તેમના પરિવારના સભ્ય સોમેશ્વર દાસજી જીવિત અને સ્વસ્થ પોતાના ‘અપના ઘર આશ્રમ’ માં છે.

અપના ઘર આશ્રમ ના બબીતા ગુલાટી એ જણાવ્યું કે જે સમયે પરિવાર ને સોમેશ્વર દાસજી ના જીવિત હોવાની સુચના આપી તો તેમના પરિવાર ના લોકો વિશ્વાસ ના કરી શક્યા. અને અંતે તેમને  પૂરી જાણકારી આપી ત્યારે તેમણે વિશ્વાસ આવ્યો કે સોમેશ્વર દાસજી તો જીવિત છે. શનિવારે રાત્રે સોમેશ્વર દાસજી ના દીકરા સંતોષ દાસ પોતાના પરિવારના એક સભ્ય સાથે પોતાના પિતા ને લેવા અપના ઘર આશ્રમ પહોચ્યા હતા.

રવિવારે સવારે જયારે સોમેશ્વર દાસજી જયારે તેમના દીકરા સંતોષ દાસ ને મળ્યા તો તેઓ પોતાના દીકરા ને ઓળખી શક્યા નહિ. વાસ્તવમાં જે સમયે સોમેશ્વર દાસજી પોતાના ઘરેથી નીકળ્યા હતા તે સમયે તેમના દીકરો લગભગ ૧૪ વર્ષ નો હતો અને અત્યારે તે ૩૯ વર્ષ નો થઇ ગયો છે. પિતા ને જોઈ ને દીકરો સંતોષ દાસ ભાવવિભોર બની ગયો અને જોર જોર થી રડવા લાગ્યો. આશ્રમ ની તમામ જરૂરી ઓપચારિકતા પૂરી કરી સંસ્થાના સંસ્થાપક ડો. બી. એમ. ભારદ્વાજ અને ત્યાના સદસ્યો એ સોમેશ્વર દાસજી ને પોતાના ઘર ઓડીસા ના કટક સ્થળે દીકરા સંતોસ સાથે ઘરે મોકલ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *