ગુજરાતના આ ગામના મહીલા સરપંચએ ગામ ની કાયા પલટ કરી નાખી ! એવી એવી સુવીધા ઓ ઉભી કરી કે શહેરો મા પણ નહી હોય

એ વાત તો બધાને ખબરજ હશે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’. લોકો સ્વચ્છતા ના મામલા માં આજે પણ બેદારકારી કરતા જોવા મળતા હોઈ છે તેમજ ઘણા એવા પણ લોકો હોઈ છે જે સ્વચ્છતા નાં મામલા માં ખુબજ આગળ હોઈ છે જે તેના ઘર સાહિત તેની સોસાયટી ને પણ સ્વચ્છ રાખતા હોઈ છે. તેવીજ રીતિ પોતાના ગામમાં પણ તે સ્વચ્છતા અને ચોકસાઈ જાળવતા હોઈ છે. આજે આપણે તેવાજ એક સ્વચ્છ અને શહેરથી પણ વધુ વિકાસ પામેલ બાબેન નામના ગામ વિષે જણાવશું.

ગુજરાતના સુરત જીલ્લાના બારડોલી પાસે આ બાબેન નામનું ગામ આવેલું છે જેમ કે તમે જાણોજ છો કે ગુજરાતના ગામો હવે જુદી જુદી રીતે આદર્શ ગામો બનવા લાગ્યા છે. ત્યારે વળી કેટલાક ગામો ઉદ્યોગોને લીધે તો વળી કેટલાક ગામો વિકાસ ની દ્રષ્ટિ એ પ્રચલિત થયા છે. બારડોલીના આ ગામને ને તો તમે બધા જાણતાજ હશો. આ ગામ ગુજરાતના આદર્શ ગોમોમાં ટોપ પર આવે છે. આ ગામ તો ત્યાંરથી આદર્શ બની ગયું હતું જ્યારથી ગુજરાતના બીજા ગામોનો વિકાસ પણ નોતો થયો.

આં ગામના વિકાસ પાછળ ગામના પૂર્વ સરપંચ ભાવેશ પટેલ, એ હાલના સરપંચ તેમના પત્ની ફાલ્ગુનીબેન પટેલ અને ગ્રામપંચાયતનાં સભ્યોનો હાથ છે. આ સિવાય આ ગામના લોકો નો પણ ખૂબ મોટો ફાળો છે. આશરે ૧૫૦૦૦ જેટલી વસ્તુ ધરાવતું આ ગામ બારડોલીથી ૨ કિલોમીટર દુર આવેલુ છે. આ ગામમાં મેટ્રો સીટી ની જેમજ પહોળા આરસીસી રસ્તાઓ, ઘરે ઘરે પાણી, સ્ટ્રીટલાઈટસ, CCTV, બેંક, પોસ્ટ ઓફીસ, એન્જિનીયરીંગ કોલેજ જેવી બધીજ સુવિધાઓ મોજુદ છે.

તેમજ આ ગામને વર્ષ ૨૦૧૧ માં રાજ્યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાઈ પણ પહેલા આ ગામ તાલુકા અને જીલ્લા સ્તરનાં પુરસ્કારો પ્રાપ્ત કરી ચુક્યા છે. લગ ભાગ ૧૫ થી ૧૬ વર્ષ પહેલા આ ગામની સ્થિતિ જંગલ જેવી હતી જ્યારે આજે આ ગામ કોઈને પણ આકર્ષિત કરી શકે છે. હાલ આ ગામમાં શહેર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને ગામના સરપંચ ધીરે ધીરે કેશલેશ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.