કચ્છમાં નોંધાયુ પહેલું અંગદાન ! લોકો મતદાનમાં વ્યસ્ત હતા ત્યારે મહિલાએ આપી દીધો ચાર લોકોને નવજીવન….

મિત્રો આ દુનિયામાં વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોત આંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી ઘણી વખત કોઈ અકસ્માત કે પછી કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યારે મૃત પામનાર મહિલાનું અંગદાન પણ કરવામાં આવે છે. જે ભુજનું પહેલું અંગદાન છે. આ અંગદાન કરીને પરિવારે ખુબજ માનવા માનવતા મહેકાવી છે. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ

કિસ્સો ભુજ માંથી સામે આવી રહ્યો છે જ્યાથી આ અંગદાનનો કિસ્સો સામે આવી રહ્યો છે. ભુજના 67 વર્ષીય નિહારિકાબેન ઉષાકાંત વ્યાસને મંગળવારે સવારે બ્રેઇન હેમરેજ થતાં શહેરની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. દર્દીને હોસ્પિટલમાં લવાયા ત્યારે બેભાન અવસ્થામાં હતાં તેમ જણાવતાં કાર્ડિયોલોજીસ્ટ ડો. મીત ઠક્કરે ઉમેર્યું હતું કે, મહિલાની નાજૂક હાલતને જોતાં વેન્ટીલેટર સાથે સારવાર કરાઇ હતી. આમ હેમરેજના પગલે ધબકારા ઘટી જવાથી જરૂરી પરીક્ષણો કરતાં બ્રેઇન ડેડ હોવાનું જણાયું હતું. જોકી હોસ્પીટલમાં દર્દીની એવી સ્થિતિ થઇ ચુકી હતી કે જેમાં કોઈ પણ સુધારો થઇ શકે તેમ નો હતું.આમ જે બાદ આવા સંજોગો અને દર્દીની હાલતને જોઇ જો અંગદાન કરાય તો કોઇનું જીવન બચી જાય તેમ હોવાનું સારવાર કરતી તબીબી ટીમને જણાયું હતું.

આમ આ સાથે તમને જણાવીએ તો ‘અંગદાન’ ક્ષેત્રે કચ્છ પાછળ હતું પણ આખેઆખા જિલ્લામાં મતદાનની ચર્ચા હતી ત્યારે ભુજની કે. કે. પટેલ હોસ્પિટલથી અંગદાનની દિશામાં પણ ગુરૂવારે સફળતા પૂર્વક ડગ ભરાયા હતા. માનવ સેવા અને જીવમાત્રની સેવામાં રત કચ્છ માટે આ એક આવકાર્ય કદમ છે. ભુજમાં થયેલા પ્રથમ અંગદાનમાં શહેરના વૃધ્ધાના લિવર અને કિડની અમદાવાદ પહોંચાડી 3 કલાકમાં અન્ય દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. આમ કે. કે. પટેલ હોસ્પિટલ ભુજની એકમાત્ર માન્યતાપ્રાપ્ત હોસ્પિટલ હોતાં ભુજમાં પ્રથમવાર કોઇ દર્દીનું અંગદાન કરાયું હતું.

આમ આ દર્દીનું લિવર, બે કિડની અને આંખના કોર્નિયાને કાઢવા માટે અમદાવાદથી શસ્ત્રક્રિયાના નિષ્ણાત તબીબ સહિતની ટીમને બોલાવાઇ હતી. ગુરૂવારે અમદાવાદ તેમજ સ્થાનિક ડોક્ટર્સની ટીમને તૈનાત રાખી અંગદાન માટેની તમામ તૈયારીઓ આદરાઇ હતી. આમ વાત કરીએ તો આ સમગ્ર અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સીમા જન કલ્યાણ સમિતિના મોભી તેમજ અંગદાન ક્ષેત્રે અગ્ર હરોળમાં સેવારત દિલિપભાઇ દેશમુખ, ડો. ઋગ્વેદ ઠક્કર, ડો. તેજસ ઠક્કર, ડો. ચિંતન મહેતા, ડો. ભાવિન દત્ત, ડો. વિજય નાવડિયા, પ્રદીપ સિંગાડિયા, લેવા પટેલ ટ્રસ્ટના મનજીભાઇ પીંડોરિયા, કેશરાભાઇ પીંડોરિયા સહિતના સહયોગી બન્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *