ગુજરાતમાં કમાભાઈનું જોર! આટલી કપરી સ્થિતિ માંથી પસાર થયો હતો કમો, કિર્તીદાન ગઢવીએ…જાણો કમા સાથે જોડાયેલ આ વાત
કમો આજના સમયમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ પોતાની નામના અને પોતાની પ્રસિદ્ધિ ફેલાવી ચૂક્યો છે. વાત જાણે એમ છે કે, આજના સમયમાં સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા કમાને નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. તેમજ કમા ના જીવન વિશે જાણવા માટે પણ લોકો ખૂબ જ વધારે આતુર છે. તેમજ તમને જણાવીએ તો કિર્તીદાન ગઢવી ના મોટાભાગના ડાયરા ની અંદર કમો જોવા મળે છે. કિર્તીદાન ગઢવી ની સાથે કમાનો એક ખાસ પ્રકારનો લગાવ છે.
આમ હાલ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક ડાયરામાં ‘કમો’ નામ ભારે ચર્ચામાં છે. તદુપરાંત કોઈ મોટી સેલિબ્રિટીની જેમ બેન્ટલી, રોલ્સરોઈસ કારમાં ‘કમો’ એન્ટ્રી પાડે તેના પણ વિડિયો વાઈરલ થયા છે. હવે નોરતા આવતાં તો ‘કમા’નો ક્રેઝ આસમાને પહોંચી ગયો છે. કમો તો ભાઇ કમો કહેવાય. મોજ આવે તો બોલે બાકી નો પણ બોલે. આવા સૂત્રો ફરતા થયા છે. પહેલા ગામડામાં લઘર-વગર ફરતો કમો આજે મોટી સેલિબ્રિટીની જેમ સૂટ-બૂટમાં એન્ટ્રી પાડે છે. તેની સાથે એક સેલ્ફી લેવા લાખો લોકો પડાપડી કરે છે.
આ સાથે તમને જણાવીએ તો કમો’ આમ તો સુરેન્દ્રનગરના કોઠારિયા જેવા નાના ગામનો વતની. પરંતુ આજે તેની કીર્તિ કોઠારીયાથી કેનેડા સુધી પહોંચાડવાનો સંપૂર્ણ શ્રેય જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીને જાય છે. જે રીતે ‘પારસ’ના સ્પર્શથી પથ્થર ‘સોનું’ બની જાય તેમ કીર્તિદાનનાં સ્નેહભર્યા સ્પર્શથી નાનકડા ગામનો ‘કમો’ હવે ડાયરા અને નોરતામાં સ્ટેજની શાન બની ચુક્યો છે. જેણે ક્યારેય સ્ટેજ ઉપર જવાનું સ્વપ્ન પણ નહોતું જોયું તે ‘કમા’ની એક ઝલકનાં આજે લાખો લોકો દિવાના છે. ત્યારે દિવ્ય ભાસ્કરવા ‘કમા’ વિશે કેટલીક અજાણી વાતો જાણી છે.
તેનું આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુમ. તેની ઉંમર 26 વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઇ ખેડૂત છે. કમાને 2 મોટાભાઇ છે, જેમનું નામ સુરેશ અને સંજય. બન્ને ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે. કમો તેના કોઠારિયા ગામના શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે. થોડા સમય પહેલા કમાની કિસ્મતે પલટી મારી અને કિર્તીદાન ગઢવીનો ભેટો થઇ ગયો. કિર્તીદાને હાથ પકડતાં જ કમો એવો તે સેલિબ્રિટી બની ગયો કે આજે ‘કમા’ને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તેમજ વાત કરીએ તો આ અંગે કમલેશ ઉર્ફે ‘કમા’ના મોટાભાઈ સંજય નકુમે જણાવ્યુ હતું કે, પ્રથમ તો હું મારા ભાઈને અભિનંદન આપીશ કે તેમણે આ ગરિમા એવોર્ડ પ્રાપ્ત કર્યો. અને હું આભારી છું કિર્તીદાનભાઈ ગઢવીનો જેમણે મારાભાઈને આટલી પ્રસિદ્ધિ અપાવી, નામના અપાવી. તેમને કારણે આજે કમલેશ પ્રસિદ્ધ થયો છે. આજે લોકો ક્યાં-ક્યાંથી ‘કમા’ને એન્ટ્રી પાડવા નોંતરુ દેવા આવે છે. એક એન્ટ્રીના કમાને હજારો રુપિયા પણ મળે છે
આમ ‘કમા’ વિશે તેની માતાએ કહ્યું હતું કે, મારા માટે તે ‘કાનો’ છે. તે નાનપણથી ભોળિયો છે અને અમે ક્યારેય હિંમત હાર્યા જ નથી. ‘કાનો’ ખાઇ પીને મોજ કરે છે અને તેની મોજમાં જ રહે છે. તેને જે કરવું હોય તે કરવા દઇએ છીએ. તેને ભજીયા બહુ ભાવે છે. એટલું જ નહીં, દૂધ દોહવા સહિતનાં ઘરના કામો પણ કમો મોજથી કરે છે. અમે તો સાચવીએ પણ આખેઆખુ ગામ તેને સાચવે છે. આશ્રમે વજાબાપા પણ સાચવતા હતા. એક સમય કોઈ નહોતું ઓળખતું પરંતુ હવે આખો મલક તેને ઓળખે છે. અમને તેનો ખૂબ ગર્વ છે. તેમજ આ અંગે કમલેશ ઉર્ફે ‘કમા’ના પિતા નરોત્તમભાઈએ કહ્યું, “આમ તો મારે ત્રણ દીકરા… ને બધા ખેતીકામ કરે છે. કમો તેમાં બધાથી નેનો છે. અમને આનંદ થાય છે તેની પ્રસિદ્ધિ જોઈને. તેના પર જે રૂપિયા ઉડે છે અને અમને મળે છે તેમાંથી 50% રકમ અમે રાખીએ છીએ અને 50% ગૌશાળાના લાભાર્થે આપીએ છીએ. આમને આમ કમલેશનું જીવન સારું રહે અને ભગવાન તેનું ધ્યાન રાખે તેવી અમારી ઈચ્છા છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.