તિરંગો લહેરાવતી વખતે થયો માસુમો સાથે મોતનો ખેલ! અગાશી પર અચાનક એવું થયું કે ત્રણેય બાળકોએ જીવ ગુમાવ્યા…જાણો વિગતે

હાલમાં ૧૫ મી ઓગષ્ટ નો દેશનો  સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. ત્યારે દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે ‘ હર ઘર તિરંગા ‘ મનાવવામાં આવી રહ્યું છે જેને લઇને દેશમાં દરેક ઘરે આ કાર્યક્રમમાં ભાગ લઈને લોકો દેશ પ્રત્યે ની ભાવના દર્શાવી રહ્યા છે.હાલમાં દરેક ઘરની ઉપર અગાશીમાં તિરંગો લગાડવામાં આવી રહ્યો છે.અને આમ દેશની આઝાદીને મનાવવામાં આવી રહી છે. નાનું ગામ હોય કે પછી મોટામાં મોટું શહેર હોય દરેક લોકોના ઘરની ઉપર તિરંગો જોવા મળે છે. અરે ગરીબ લોકો હોય કે અમીર દરેક લોક પોતાની દેશભક્તિ દર્શાવી રહ્યા છે.હાલમાં તિરંગો ફરકાવતી વખતે એક એવી ઘટના જોવા મળી છે કે જોનાર દરેક લોકોના દિલના ટુકડે ટુકડા થઈ જાય છે.

રાચીમાં તિરંગો ઝંડો લહેરાવતી વખતે ૧૪ ઓગસ્ટની મોડી રાત્રે એક એવી દર્દનાક ઘટના બની કે જોનાર દરેક લોકોના તો દિલ જ કંપી ઉઠ્યા હતા. કાંકે થાના વિસ્તારમાં અરસંદે રાઇસ મિલની બાજુમાં અગાશી પર ઝંડો લહેરાવતી વખતે એવી ઘટના બની કે ત્રણ માસૂમ બાળકોના કમકમાટભર્યુ મૃત્યુ થઈ ગયા. અગાશીમાં તિરંગો લહેરાવતી વખતે ત્રણ ભાઈ બહેન ના કરંટ લાગતા મૃત્યુ થયું હતું.મૃતક પરિવાર માં એકનો એક દીકરો હતો અને તેની બે બહેનો ના મૃત્યુ થયા હતા. શિવકુમાર ઝા નો દિકરો વિનીત કુમાર કે જેની ઉંમર ૨૩ વર્ષ છે.દીકરી પૂજા ઝા કે જે ૨૫ વર્ષ ની છે અને વિનીતની કાકાની દીકરી આરતી ઝા કે જે ૨૪ વર્ષની ઉંમર ની છે.આ ત્રણ યુવાઓની મૃત્યુ થી ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટના ની જાણ થતાં જ ગામમાં અફ્રા તફ્રી મચી ગઇ હતી.ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચી તો ઘરના પરિવારના સભ્યો એ લાશ ને લઇ જવાની ના પાડી દીધી હતી.લોકો વીજળી વિભાગ પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.લોકોનો આરોપ લગાવ્યો હતો કે આ ઘરની ઉપરથી જ ૧૧ હજાર વોલ્ટ નો એક ભયજનક તાર પસાર થઈ રહ્યો છે.જેને દૂર કરવા માટે અનેક વાર વીજળી વિભાગ ને આવેદન પાઠવ્યું હતું.પરંતુ કોઈ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી નહિ.જો પહેલા. જ આ તારને અહીથી દૂર કરવામાં આવી હોત તો આવો દૂર ઘટના બનતા બચી જવાયું હોત.

અને આવી કરૂણ ઘટના બની જ ના હોય.આમ ત્રણ લોકોની એક સાથે મૃત્યુ થવાથી પરિવારમાં શાંતિ નો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટનાને લઈને પ્રદેશના મંત્રી હેમંત સોરેન એ દુઃખ વ્યક્ત કર્યું હતું.આ ઘટના અંગે પરિવારના લોકોએ જણાવ્યું હતું કે રાત્રે વરસાદ પડી રહ્યો હતો અને તે ત્રણેય બાળકો ઘરની અગાશી પર તિરંગો લહેરાવવા માટે ગયા હતા.સ્ટીલના પાઇપ માં વિનીત તિરંગો લગાવી રહ્યો હતો ત્યારે તે સમય દરમિયાન તે ૧૧ હજાર વોલ્ટ ના તારના સંપર્કમાં આવી ગયો.વિનીત પાઇપની સાથે ચીપકી ગયો હતો.જ્યારે બંને બહેનો ભાઈને બચાવવા ગઈ ત્યારે તેમને પણ કરંટ લાગી ગયો અને આમ ત્રણેય ના મૃત્યુ થયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.