ઇન્દોરના એક ટ્રાફિક પોલીસ ની દરિયાદિલી એ લોકો નાં દિલ જીતી લીધા…જાણો શું છે વાત

ઇન્દોરનાં એક ટ્રાફિક પોલીસ રંજીત તેના કામ ને લઈ ને હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમજ તેવી રીતે તેમના અમુક ફોટા સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે એક છોકરા ને તડકાથી બચાવતા નજર આવી રહ્યા છે. વળી રંજીત ને જયારે પુરા મામલા વિષે પૂછવામાં આવ્યું તો.

તેમણે કહ્યું કે ૨ છોકરા ખુબજ તડકામાં આટા મારી રહ્યા હતા. તેમાંથી એક છોકરાએ ચપ્પલ પેર્યા હતા અને બીજા છોકરા ના પગમાં ચપ્પલ નોતા. અને જયારે સિગ્નલ પાસે આવ્યા તો સિગ્નલ ચાલુ હતો. અને તે વચ્ચે છોકરા એ તેને કહ્યું કે અમને રોડ ક્રોસ કરાવી દયો. તેમાં સિગ્નલ ચાલુ હતો અને વાહન ચાલકોનું આવાનું જવાનું ચાલુ હતુ. અને મે તેમને સિગ્નલ બંધ થાય પછી રોડ ક્રોસ કરવાની વાત કરી. અને તેમાંથી એક છોકરા ના પગ તડકાને લીધે દાજતા હતા અને જયારે રંજીત એ તે જોયું તો તેનાથી તે દ્રશ્ય જોય રહેવાયું નહિ અને તે છોકરાને તેના બુટ પર ઉભો રાખી દીધો અને જયારે સિગ્નલ બંધ થયો ત્યારે તેઓ ને રોડ ક્રોસ કરાવી દીધો.

અને સાથે સાથે છોકરા સાથે રંજીત એ વાત પણ કરી લીધી અને તે સમયે છોકરા પાસે થી જે વાત સાંભળી પછી તેમના આર્થીક મુશ્કેલીઓ વિષે પણ તેમને જાણવા મળ્યું. આમ છોકરાઓ એ રંજીત ને કહ્યું કે બસ આવીરીતે અમે નાના મોટા કામ કરી અમારા પરિવાર ની મદદ કરીએ છે. અને જયારે પરિવાર ની જાણકારી મેળવી તો રંજીત ભાવુક થઈ ગયા.

તેમજ પછી રંજીત પાસેનીજ એક દુકાન માંથી ચપ્પલ ખરીદીને આપ્યા અને પછી તેમણે આવજો કીધુ અને પછી આ ફોટો સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. અને તેમજ રંજીત નાં આવા ફોટા પહેલા પણ વાયરલ થએ ગયેલા છે અને જે જોય તેમણે લોકો ના દિલ જીતી લીધા છે. રંજીત આવીજ રીતે નીસહાય ની મદદ કરતા દેખાય આવતા હોઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *