જર્મનીની યુવતી આ ગામના યુવકના પ્રેમમાં પડી! એવી રીતે પ્રેમ થયો કે જાણીને તમે કેહશો કે આતો ફિલ્મ…જુઓ તસ્વીરો
મિત્રો કેહવામાં આવે છે ને કે પ્રેમ રૂપ, રંગ, કદ અને કોઈ સ્થળ જોતો નથી, તે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે થઈ જતો હોય છે. આમ તો તમે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં એક વિદેશની યુવતી એક ભારતીય યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે, એટલું જ નહી ભારતીય યુવતી પણ વિદેશના યુવક સાથે અમુક વખત લગ્ન કરી લેતી હોય છે. આ લેખના માધ્યમથી અમે એક એવા જ લગ્ન વિશે જણાવના છીએ.
આ લગ્નમાં એક જર્મનીની યુવતી ભારતના નાના એવા ગામમાં રેહતા અને તેની સાથે સાથે અભ્યાસ કરતા યુવક સાથે પ્રેમમાં પડે છે. બંને એક બીજાને ખુબ પ્રેમ કરવા લાગે છે અને પછી વિદેશ મંત્રાલયની પરવાનગી લઈને બંને ભારતીય સન્સ્કૃતિ અનુસાર લગ્ન જીવને પણ બંધાય છે. આ લગ્નમાં આ જર્મની યુવતીના પિતા અને બહેન હાજરી આપે છે અને દીકરીને ખુશી ખુશી હિન્દી રીતિરિવાજ અનુસાર વિદાઈ આપે છે.
આ ભારતીય યુવાનનું નામ ઇન્દ્રજીત ચૌધરી છે જે ઉત્તરપ્રદેશના મહારાજગંજ જીલ્લાના સિઘવારી ગામનો રેહવાસી છે. ઇન્દ્રજીત વર્ષ ૨૦૧૨માં બાયોટેકના અભ્યાસ અર્થે દક્ષીણ કોરિયા ગયો હતો જ્યાં તેને અભ્યાસ દરમિયાન જર્મન યુવતી હાઈકે સાથે મુલાકાત થઈ હતી. પેહલા બંને સારા એવા મિત્રો હતો જે પછી બંનેને એક બીજા સાથે પ્રેમ થતા બંનેએ લગ્ન કરવાનું વિચારી લીધું.
લગ્નની વાતને લઈને ઇન્દ્રજીતે હાઈકેને હિંદુ રીતિરિવાજ અનુસાર જણાવ્યું જે પછી હાઈકેને તે રીવાજો ખુબ પસંદ આવ્યા આથી બંનેએ હિન્દી રીતિરિવાજ અનુસાર લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જણાવી દઈએ કે હાઈકે ત્રણ વર્ષમાં ૧૩ વખત આ ગામમાં ઇન્દ્રજીત સાથે આવી ચુકી છે આથી તે ગ્રામજનોની રેહણી કરણી વિષે પણ થોડું ઘણું જાણતી થઈ હતી.
વર્ષ ૨૦૧૯માં જ બંનેએ હિંદુ રીતિરિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા જેને જોવા માટે ગ્રામજનોનાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, એટલું જ નહી આ યુવતીના પિતા અને બહેને પણ આ લગ્નમાં હાજરી આપી હતી અને દીકરીને ભીની આંખે વિદાઈ આપી હતી. જ્યારે હાઈકે લોકો સામે નમસ્તે બોલી ત્યારે લોકોનું દિલ ખુશ થઈ ચુક્યું હતું, એટલું જ નહી હાઈકેને થોડી ઘણી હિન્દી પણ આવડે છે.