પ્લેનમાં બેસવાથી બીક લાગતી હતી એ યુવતી હવે ઉડાવશે પ્લેન!આવી રીતે પૂરું કર્યું પાયલોટ બનવાનું સપનું પૂરું…

આજમા સમયમાં અનેક દરેક ક્ષેત્રમાં દીકરીઓ પોતાની આવડત થકી આગળ આવી રહી છે, ત્યારે હાલમાં એક એવી યુવતી એવું કાર્ય કરી બતાવ્યું જે એકદમ અશક્ય હતું. આ ઘટના આજના સમયમાં દરેક યુવાપેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું.સુરતની યુવતીએ અમેરિકાની ધરતી પર 13 મહિના ટ્રેનિંગ લો ધ્રુવી મગનભાઈ ચોડવડીયા પાયલોટ બની છે.

ધ્રુવીએ ધોરણ 12 પછી તેણે પાયલોટ બનવાનું સપનું જોયું અને પોતાના પિતાને વાત કરી બસ પછી તો તેને તનતોડ મહેનત કરીને મ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ બનીને મુંબઈ વાયુદૂત એકેડેમીમાં ભણીને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ લેવલે પાસ કરીને ઈન્ડિગો એર લાઈન્સમાં સિલેક્ટ થયેલ છે.

અમરેલી જિલ્લાના હાલરિયા ગામની આ દીકરીએ .દિલ્હી DGCA ખાતે ધ્રુવીએ 3 એક્ઝામ આપી હતી. જેમાં તેણે રેડીયો ટેલિફોનિ લાયસન્સ પણ મેળવ્યું છે. જેમાં પાર્ટ-1 અને પાર્ટ-2 ની પરીક્ષા પાસ કરવાની હોય છે. તે ખૂબ જ જટિલ પરીક્ષા પૈકીની એક હોય છે. જે પણ તેણે સરળતા પૂર્વક પાસ કરી લીધી હતી. ત્યારબાદ તેનું ઈન્ડિગો કેડેટ પાઈલોટ પ્રોગ્રામમાં સિલેક્શન થયું હતું. યુ.એસ.એ ખાતે કાઈ બોન એલન એકેડેમીમાં 13 મહિનાની ટ્રેનિંગ ત્યાં પૂર્ણ કરી હતી.

આખરે હવે ત્રણ તબક્કામાં લાયસન્સ મેળવ્યો હતો તેમજ . પ્રાઇવેટ લાયસન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગ લાયસન્સ અને કોમર્શિયલ પાયલોટ લાયસન્સ. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તે કયું એર ક્રાફ્ટ આવી શકશે. તેની પસંદગી તેણે જાતે જ કરવાની હોય છે અને તેના માટે પણ અલગથી તેના અભ્યાસ કરવાનો હોય છે. ધ્રુવી ચોડવડીયા એર બેઝ 322 એર ક્રાફ્ટ ઉડાવશે.

ધ્રુવીએ કહ્યું કે તે જ્યારે ત્રણ વર્ષની હતી, ત્યારે મને ફ્લાઈટમાં બેસવાનો પણ ડર લાગતો હતો. અને, જ્યારે પણ ટ્રાવેલિંગ કરતી હતી. તે સમયે એરહોસ્ટેસ ચોકલેટ આપતા તો પણ તેમના હાથેથી ચોકલેટ લેતી ન હતી. આ છે નસીબ કે જે તમે ક્યારેય ન વિચાર્યું હોય એ પણ જીવનમાં બની જાય છે. આજે આ જ ધ્રુવી હવે ફ્લાઈટ ઉડાવશે.આ યુવતી જે પોતાના સપાનાઓને હકીમતમાં તબદિલ કર્યા એ ખૂબ જ સરહાનીય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *