ભાવનગરના ગોહેલ પરીવારે વાસ્તુ શાસ્ત્રની કંકોત્રી મા એવુ લખાણ લખાવ્યુ કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે..જુઓ શું છે
ભાવનગરનું નામ સાંભળતાની સાથે જ સૌથી પહેલા મહારાજ શ્રી કૃષ્ણકુમાર સિંહજીની જરૂર યાદ આવી જાય કારણ કે મહારાજનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આઝાદી બાદ ભારતને એક કરવામાં સૌ પ્રથમ કોઈ રાજા મહારાજે પોતાનું રજવાડું સમર્પિત કરી દીધું હોય તો તે હતા ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી. આજે ભલે તેઓ હયાત નથી પરંતુ ગુજરાત અને ભાવનગરના વાસીઓના હ્દયમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી જીવંત છે.
આજે અમે આપને એક એવા જ વ્યક્તિ વિશે જણાવીશું જે કૃષ્ણકુમારસિંહજીને પોતાના જીવનમાં એક પ્રેરણાસ્ત્રોત સમાન અને સર્વસ્વ માને છે, જેના પ્રત્યે તેમની લાગણી પણ અતૂટ બંધાયેલી હોય છે. આ વ્યક્તિ એટલે ધર્મેન્દ્ર કાનજીભાઈ ગોહેલ જેઓ ભાવનગર શહેરની પ્રખ્યાત ડી.કે ટુર્સના માલિકની સાથોસાથ જનસેવક અને મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે અતૂટ લાગણી છે. તેમના માટે મહરાજ કૃષ્ણકુમારસિંહજી ભગવાન સમાન જ છે.
ધર્મેન્દ્રભાઈ દર પુનમે બટુક ભોજન તેમજ દર વર્ષે ગણેશ ઉત્સવ કરાવે છે તથા અન્ય સેવા કામગીરીમાં જ પોતાનું જીવન જીવે છે આમ પણ કહેવાય છે ને કે, દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ, સંત, કોઈ મહાન પુરુષ કે મહાન વ્યક્તિ ને પોતાની પ્રેરણા બનાવીને તેમને ભગવાન સમાન ગણીને જીવનના સત્કાર્યો કરે છે અને સફળતાનાં શિખરો પણ સર કરે છે. ધર્મેન્દ્રભાઈ ગોહેલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે જ દરેક સેવાકાર્ય તેમજ અન્ય કોઈ કામગીરીની શરૂઆત તેમના નામ લખાવીને અને ફોટો રાખીને જ કરે છે.
હાલમાં જ તેમણે પોતાના નવા ઘરના વાસ્તુપૂજનની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે, જાણીને સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. ધમરેન્દ્રભાઈના નવા ઘરનું વાસ્તુપૂજન અને ગ્રહ શાંતિ યજ્ઞ તા.18 જાન્યુઆરીના રોજ રાખેલું છે, ત્યારે તેમણે પોતાની વાસ્તુપૂજનની કંકોત્રીમાં પોતાના ઘર નવા ઘર ” સિદ્ધિ વિનાયક નિવાસ સ્થાનના નિર્માણમાં કામ કરનાર દરેક વ્યક્તિના નામ તો લખાવ્યા છે. જેમાં કડિયાથી લઈને ઘરના નિર્માણમાં નાની મોટી કામગીરી કરનાર વ્યક્તિઓ અને એન્જીનીયરનું નામ પણ લખ્યું છે તેમજ આમંત્રિત ભુવાશ્રીઓના નામ અને સાથો સાથ રસોયાનું નામ પણ લખ્યું છે.
આ તમામ વિગતોમાં સૌથી વધારે આકર્ષણનું અને સરહાનિય લખાણ હોય તો તે છે, કંકોત્રીમાં સૌથી ઉપર લખેલ લખાણ. સૌથી પહેલા પિતૃદેવો ભવઅને ત્યારબાદ યાત્રિકો દેવો ભવ એટલે લખાવ્યુ છે કે તેમની ટ્રાવેલ્સ કંપનીમાં તેમના યાત્રાળુઓ જ તેમના માટે ભગવાન સમાન છે. સૌથી ખાસ લખાણ છે, નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી મહરાજ સાહેબ. આપણે જાણીએ છે કે, ધમેન્દ્રભાઈને કૃષ્ણકુમારસિંહજી મહરાજ સાથે અતૂટ લાગણી છે, જેથી તેમને પોતાના નવા ઘરના વાસ્તુપૂજનમાં પણ તેમને મહરાજને યાદ કર્યા છે.