ગુજરાતના આ નાનકડા ગામની સરકારી શાળા પ્રાઈવેટ સ્કૂલોને પણ ટક્કર આપે છે ! સુવિધાઓ એવી કે…જુઓ તસ્વીરો
આજના સમયમાં વ્યક્તિના સારા જીવન માટે જો કોઈ મહત્વની બાબત હોઈ તો તે શિક્ષણ છે. શિક્ષણ એક એવી બાબત છે જે વ્યક્તિને જીવનનું મહત્વ અને તેના જ્ઞાનમાં વધારો કરતું હોઈ છે. આમ તેવીજ રીતે હાલના સમયના છોકરાના વાલીઓ મોંઘી દાટ સ્કુલોમાં પોતાના બાળકોના સારામાં સારું શિક્ષણ માળે તે માટે બેસાડતા હોઈ છે તો વળી અમુક માતા-પિતા એવુ વિચારતા હોઈ છે કે સરકારી શાળા કરતા પ્રાઇવેટ શાળા વધુ આધુનિક અને અને સ્માર્ટ હોઈ છે. જો કે તે વાતને અરીસો દેખાડનાર ગુજરાતના નાનકડા ગામની આ સરકારી શાળા સામે આવી રહી છે. જે પ્રાઈવેટ સ્કૂલોને પણ આપે છે ટક્કર. આવો તમને આ શાળા વિષે વિગતે જણાવીએ.
જો તમને આ શાળા વિષે વિગતે જણાવીએ તો છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલી કંડા પ્રાથમિક શાળા પ્રાઈવેટ સ્કૂલને પણ ટક્કર મારે તેવી શાળા છે. આ શાળામાં આદીવાસી બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે શાળાના જ શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગો કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સ્કૂલમાં પ્રકૃતીના ખોળે બાળકો શિક્ષણ મેળવે છે. બાળકો માટે સ્કૂલમાં જ રહેવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. CCTV, R.O.પ્લાન્ટ, ફાયર સેફ્ટીના સાધનનો સજ્જ આ સ્કૂલ છે. આ સ્કુલ શહેરની મોટી મોટી પ્રાઈવેટ સ્કૂલોને પણ ટક્કર આપે તેવી છે.
આ સાથે જો જણાવીએ તો છોટા ઉદેપુરની આ કંડા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ આવેલા છે. જેમાં કુલ 303 બાળકો અને 9 શિક્ષકોનો સ્ટાફ કાર્યરત છે. ઉપરાંત ગામના અને નજીકના વિસ્તારના બાળકો પરિવાર મજૂરીએ જતાં બાળકોના શિક્ષણ પર અસર પડી હતી. તેને લઈને શાળા કંપાઉંડમાં જ સીઝનલ હોસ્ટેલ શરૂ કરાઇ છે. જેમાં 50 બાળકો રહીને અભ્યાસ કરે છે તેમજ આ શાળા ગામના ડુંગરાળ વિસ્તારમાં આવેલી શાળા છે, અહિયાં મોટે ભાગે મજૂરીયાત અને ખેડૂત વર્ગના બાળકો જ અભ્યાસ કરવા આવે છે.
આ શાળામાં શિક્ષકો દ્વારા અનોખી રીતે શિક્ષણ આપવાની પ્રવૃત્તી કરવામાં આવી રહી છે. જેમાં બાળકોને હરતા ફરતા રમતા કુદતા શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કંડા પ્રાથમિક શાળામાં બાગ બનાવવામાં આવ્યો છે. જેમાં ગણીતના આકાર, ગોળ, લંબગોળ, તેમજ ત્રિકોણ વગેરે આકાર બનાવવામાં આવ્યા છે તેમજ આ શાળામાં વિધાર્થીઓને ખુબજ રસપ્રદ રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને શાળામાં દરેક વસ્તુનું પ્રેક્ટિકલ કરીને શિક્ષણ આપવા માટે કેટલાક પ્રયોગો બનાવીને શાળામાં મૂકવામાં આવ્યા છે.
જેમાં મહત્વનું કહી શકાય તેવું ટપક સિંચાઇ પધ્ધતીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને મૂકવામાં આવ્યા છે. સાથે સાથે બાળકોને પાણીનું મહત્વ સમાજાય તે માટે અને વેડફાતા પાણીનો કેવી રીતે ઉપયોગ થાય તે માટે ટાંકીનું પાણી ઓવરફલો થતાં પાણી વેડફાઇ ન જાય તે માટે એક પાઇપ દ્વારા આ પાણી શાળાના બગીચામાં જ વપરાય તેવી વ્યવસ્થા રાખવામા આવી છે. તેમજ હાલ હાલમાં કેટલાક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે ત્યારે આવા પક્ષીઓમાં ચકલી માટે પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ચકલીઓ માળો બનાવીને રહે છે અને તેનું જતન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રયત્ન કરવા છતાય હાલમાં ચકલી કોઈક જ દીવસ આ માળામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો