કાબરે પણ શ્રી કૃષ્ણ નુ નામ લીધો ! વિડીઓ જોયા સીવાય વિશ્વાસ નહી આવે….જુઓ વિડીઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત પશુ, પ્રાણી, પક્ષી વગેરેના પણ અલગ અંદાજમાઁ તેઓના વિડિયો બનાવતા હોઈ છે. એક તેવોજ વિડિયો હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક કાબર હરે કૃષ્ણ બોલી રહી છે.

વાત કરીએ તો નવીન કુમાર જિંદાલ નામના વ્યક્તિએ હાલમાં જ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેણે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું- “જુઓ સનાતન ધર્મ શું શીખવે છે..! પક્ષીનો ખૂબ જ સુંદર અવાજ… હરે કૃષ્ણ…. હરે કૃષ્ણ”. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષી હરે કૃષ્ણનો જાપ કરી રહ્યું છે. એવું લાગે છે કે માયના પક્ષી હરે કૃષ્ણનો જપ કરે છે.

વ્યક્તિ વીડિયો બનાવીને પક્ષીને હરે કૃષ્ણ કહેતા શીખવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ ‘હરે કૃષ્ણ’ કહે છે, ત્યારે પક્ષી પણ તેની સાથે બોલે છે. પંખીનો અવાજ સાંભળીને એવું લાગે છે કે તે પણ હરે કૃષ્ણ બોલી રહી છે. તે પછી વ્યક્તિ કહે છે – “હરિ બોલ” તો પક્ષી પણ પોતાની રીતે એ જ વાતનું પુનરાવર્તન કરે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે પક્ષી પણ હરિનો જાપ કરી રહ્યું છે.

તેમજ આ વાયરલ વીડિયોને 2 લાખ 76 હજાર થી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક અને રિટ્વીટ કર્યું છે. આ એક વાયરલ વિડીયો હોવાથી તેની સત્યતા ચકાસવામાં આવી નથી તેથી તે વિડીયો સાચો છે તેવું ચોક્કસ કહી શકાય તેમ નથી. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું- “આ મૈના પક્ષી છે. પ્રાચીન સમયમાં મંડનમિશ્રના દ્વાર પર પોપટ અને મૈના દલીલ કરતા હતા.” એક મહિલાએ વીડિયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ વીડિયોને એડિટ પણ કરી શકાય છે કારણ કે તે જોતા અશક્ય લાગે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *