હિંદુઓના સૌથી મહાન ગુરુ સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષે આ કારણે થયું દુઃખદ નિધન! જેણે દેશની સ્વતંત્રતા માટે… જાણો વિગતે

મિત્રો વાત કરીએ તો વ્યક્તિના જીવનમાં મોત ક્યારે અને કેવી રીતે આવી જતું હોઈ છે તે કોઈને ખ ર હોતી નથી. હાલમાં એક તેવીજ દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ રવિવારે નિધન થયું. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં માઈનર હાર્ટઅટેક આવ્યા પછી બપોરે 3 કલાક અને 50 મિનિટે અંતિમ શ્વાસ લીધા. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ માનવામાં આવે છે.

વાત કરીએ તો સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર બેંગલુરુમાં ચાલી રહી હતી. હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે- સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા. તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. તેમજ જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

આમ તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર 9 વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના કાશી પહોંચ્યા અને જ્યાં તેમને બ્રહ્મલીન શ્રીસ્વામી કરપાત્રી મહારાજ પાસેથી વેદ-વેદાંગ, શાસ્ત્રોનું શિક્ષણ લીધું. જગતગુરુ આદિશંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠના વર્તમાન જગતગુરુ સ્વરૂપાનંદજી ભગવાન બ્રહ્મલીન થયા એ ખબર હમણાં જ મળ્યા. સનાતન વૈદિક ધર્મના એક સમર્થ જગતગુરુની વિદાય આપણી દિવ્ય સનાતન વૈદિક પરંપરા માટે એક બહુ જ મોટી ક્ષતિ છે. હું એમના નિર્વાણ પ્રણામ કરું છું અને એમની વિદાય પ્રસંગે નતમસ્તક છું. મારી અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું.

આમ તમને જણાવીએ તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય તરીકે વાસુદેવાનંદ સરસ્વતીને સ્થાન આપવાને લઈને શંકરાચાર્ય સરસ્વતીએ આપત્તિ વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતાના ચાર નિર્ણયોમાં વાસુદેવાનંદ સરસ્વતીને શંકરાચાર્ય માન્યા નથી કે ન તો તેમને સન્યાસી ગણાવ્યા છે. જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય હું છું. એવામાં વડાપ્રધાને જ્યોર્તિમઠ પીઠના શંકરાચાર્ય તરીકે વાસુદેવાનંદ સરસ્વતીને ટ્રસ્ટમાં જગ્યા આીપને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *