ડી.જેના તાલે ડાન્સ કરતા વરરાજાનું અચાનક મુત્યુ થતા જાન બદલે યુવાનની નનામી નીકળી ! સુરત ની ઘટના

સામાન્ય જીવનમાં આપણે જોઈએ તો આપના જીવનના અમુક દિવસો કે પ્રસંગો એ ખૂબ યાદગાર બની જતા હોય છે.આપણી સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એ આપણા જીવનના ખૂબ મહત્વનો ભાગ ભજવી જતા હોય છે,પરંતુ જ્યારે આ પ્રસંગોમાં કોઈ એવી ઘટના બની જાય ત્યારે એ ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાઈ જતો હોય છે આવી જ એક ઘટના સુરતના અરેઠ ગામમાં જોવા મળી જેમાં વરરાજનો લગ્નદિવસ મૃત્યુ દિવસમાં તબદીલ થઈ ગયો છે..શુ છે થઈ છે સમગ્ર ઘટના..ચાલો જાણીએ…

હકીકતમાં ઘટના એમ બની કે સુરતમાં અરેઠ ગામના એક લગ્નપ્રંસગમાં વરરાજા લગ્નની આગળની રાત્રે મિત્રો સાથે લગ્નનની ખુશી મનાવી રહ્યા હોય છે, પરંતુ કદાચ કુદરતને આ ખુશી મંજૂર નહિ હોય એટલે અચાનક વરરાજા મિત્રો સાથે ડાન્સ કરતા ઢળી પડે છે,આ જોતા જ ત્યાંના હાજર સંબંધીઓ વરરાજાને સારવાર માટે ત્યાંના સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં હાજર ડૉક્ટર વરરાજાનું ચેકઅપ કરે છે ત્યારબાદ તેને મૃત જાહેર કરે છે.

ચેકઅપ સમયે ડોકરોના જણાવ્યા મુજબ મૃતક વરરાજાનું મૃત્યુ હાર્ટઅટેકના કારણે થયું હોવાનું જણાવ્યું છે.જોકે આ ઘટનાથી આ લગ્ન પ્રસંગ સમગ્ર પરિવાર માટે એક દુઃખનો પ્રસંગ બની ગયો હતો અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી..

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *