એક BMW કાર ને લીધે વરરાજો થયો ગુસ્સે અને લગ્ન કર્યા વગરજ ઘરે પરત ફર્યો…જાણો એવું તે શું થયું હશે
હાલ ના સમય માં પણ લગ્ન નો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખુબજ ધુમધામ થી લગ્ન કરે છે અને જીવન નું અતુંટ સબંધ બનાવે છે. અને બે પરિવારો વચ્ચે સબંધ ની શરૂઆત થતી હોઈ છે અને ઘણા અજાણ્યા લોકો સગા બની જતા હોઈ છે. હાલ એક ચોકી જવાય તેવો મામલો સામો આવ્યો છે વરરાજો જે BMW કાર લઈને લગ્ન કરવા આવ્યો હતો ત્યાં તેની કાર મંડપ સુધી ના પહોચતા વરરાજો ગુસ્સે થાય છે અને ન થવાનું થયું આવો જાણીએ પૂરી બાબત.
વાત એમ હતી કે આણંદ એક લગ્ન માં વિદાય વખતે મંડપ સુધી જવાનો રસ્તો સાંકડો હતો અને BMW કાર માંડવે પહોચી શકે તેમ ન હતી. અને આવી સાવ નાની એવી વાત ને લઈને વરરાજો ખુબજ ગુસ્સે થયો અને તે નવવધુ ને લીધા વગરજ પરત ફર્યા હતા. જે જોય લોકો ચોકી ગયા હતા ખાસ કરીને કન્યા પક્ષ વાળાં.
તેમજ આ વાત બહાર આવતા શહેર માં ખુબજ ચર્ચા થવા લાગી અને વાત એટલી બધી વધી ગય હતી કે હવે હાલ માં આ સમગ્ર મામલો જય ભારતી ફોઉંન્ડેશનમાં પહોચ્યો છે. જ્યાં વરરાજા એ દહેજ માં ૨ લાખ રૂપિયા અને બાઈક માંગી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આમ છતાં કન્યા એ હજી તેના લગ્ન ની આશા છોડી ન હતી.
પિતા વગર ની આ કન્યા ના લગ્ન તેના ભાઈ એ પોતાની જમીન ગીરવે મૂકી કરાવ્યા હતા. તેમ છતાં વરરાજો નવવધુ ને લીધા વગરજ પરત ફર્યો છે. તેમજ જે વિગત મળી રહી રહી છે તે મુજબ જય ભારતી ફોઉંન્ડેશનએ તે કન્યા ને તેનો પતિ હસતા મોઢે લય જાય તેવા પ્રયત્નો કરવાના ચાલુ છે અને બીજી તરફ લોકો તે વરરાજાની આ વાત ને લઈ તેને ખુબજ વખોડી રહ્યા છે.