ભાવનગર મા વરરાજા એ વટ પાડી દીધો ! 50 કાર નો કાફલો અને હાથી ઘોડા સાથે વરરાજા પરણવા પહોચ્યા…જુઓ તસવીરો
મિત્રો વાત કરીએ તો તમે બધા જાણતાજ હશો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરતા જોવા માલ્ટા હોઈ છે. આમ જો વર્તમાન સમય ની વાત કરવામાં આવે તો લગ્નમાં દેખાવડો કરવા પાછળ ખુબજ ખર્ચા કરતા જોવા મળતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક તેવાજ લગ્ન સામે આવી રહ્યા છે જેમાં 50 જેટલી લક્ઝુરિયસ કારનો કાફલો અને રજવાડી ઠાઠ માં હાથી પર બેસી વરરાજો પરણવા નીકળ્યો હતો. આવો તમને આ લગ્ન વિષે વિગતે માહિતી જણાવીએ.
આ અનોખા વરઘોડા વળી જાન ભાવનગર માંથી સામી આવી રહી છે જ્યાં રહેતા રમેશભાઈ ભગવાનભાઈ હાવલીયાના પુત્ર કુલદીપ હાથીની ઉપર બેસી લગ્ન કરવા ગયો હતો. હાથી સાથે વરઘોડો જોઇ રજવાડાની યાદ તાજી થઇ હતી. આ જાન જોવા માટે લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. વરરાજા હાથીની અંબાડીમાં અને તેની પાછળ 50 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એક કિલોમીટર લાંબા વરઘોડાને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ વરાજાની જાનનો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.
આમ આ સાથ જણાવીએ તો કુલદીપના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા યોગેશભાઈ લાલજીભાઈ વાળોદરાની પુત્રી વૈશાલી સાથે 23 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ હતા. હાથીની અંબાડી ઉપર બેસી લગ્ન કરવા વરઘોડો કાઢ્યો હતો યુવાન હાથી પર સવારી કરીને પરણવા પહોંચ્યો હતો જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. તો વળી આ સાથે જાનૈયાએ પણ જબરદસ્ત ડાન્સ કર્યો હતો તેમજ આ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી.
આમ તેમજ વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પણ પહોંચ્યો હતો. જેની સાથે જાનૈયાઓ પણ જોડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, વરરાજાને હાથી પર સવાર થઈને તેમજ લક્ઝરી કારના કાફલાને જોવા ગામના લોકો ઊમટી પડ્યા હતા. હાથી પર સવાર થઈને નીકળેલા વરઘોડામાં વરરાજા પર જાનૈયાઓએ પૈસાની બંડલ ઉછાળ્યાં હતાં. આ વરઘોડામાં મહેમાનો, મહાનુભાવો હાજરી આપી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો