ગુજરાતના આ ગામનો વરરાજો હેલીકોપ્ટરમાં જાન લઈને આવ્યો ! લોકોના ટોળે ટોળાં જાન જોવા ઉમટ્યા… જુઓ તસ્વીરો
મિત્રો જેમ તમે જનોજ છો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો પોતાના લગ્ન ખુબજ ધૂમધામ થી કરતા હોઈ છે અને લગ્નમાં કોઈ પણ જાતની કમી રહેવા દેતા નથી. તમને ખબરજ હશે કે લગ્ન જીવનમાં એકજ વાર થઇ છે તેથી તેની દરેક પળો યાદ રાખવા માટે કંઇક અલગ કંઇક અનોખું કરવાનું તમે ખુબજ પસંદ કરતા હોવ છો. મોઘી ગાડીઓમાં જાન લઈને જવું. તેવીજ રીતે ઘણી વખત લોકો બગીનો પણ ઉપયોગ કરતા હોઈ છે. પરંતુ હાલ એક ખુબજ અનોખા લગ્ન સામે આવી રહ્યા છે જેમાં યુવક કાર, બગી કે ઘોડો નહિ બલકે હેલીકોપ્ટર લઈને તેની દુલ્હનને લેવા પહોચી જાય છે. આવો તમને આ લગ્ન વિગતે જણાવીએ.
આ લગ્ન ભાવનગર શહેરની નજીક આવેલા કમળેજ ગામના છે જ્યાં એક ખેડ્ય્ત કમ કોન્ટ્રાક્ટરે પોતાના આંગણે આવેલા પ્રસંગ અનોખી રીતે ઉજવ્યો. પુત્રની જાન બળદગાડા કાર કે અન્ય વાહનોના બદલે હેલિકોપ્ટરથી જોડી હતી અને હેલીકોપ્ટર માજ લગ્ન સ્થળેથી લાડીને લઈ પોતાના ઘરે આવ્યાં હતાં. આમ જણાવીએ તો કમળેજ ગામે રહેતા અને વ્યવસાયે ખેડૂત કમ રેલ્વેના કોન્ટ્રાક્ટ ધરાવતા અરવિંદભાઈ સામતભાઈ સાંગાના પુત્ર કરનના લગ્નનો રૂડો અવસર હોય આથી અરવિંદભાઈ એ પુત્ર કરનની જાન હેલિકોપ્ટર માં જોડવાનો નિર્ધાર કર્યો હતો અને અમદાવાદની એક હવાઈ કંપની પાસે હેલીકોપ્ટર બૂક કરાવ્યું હતું
તેમજ તેમાં એરવેઝ ટ્રાવેલ્સ સંચાલકના મેનેજરે કમળેજ અને રાજપરા(ખો.) આવી હેલિકોપ્ટર ઉતરી શકે કે કેમ તે અંગે જાણકારી મેળવી બંને સ્થળોએ ફાયરબ્રિગેડનો સ્ટાફ તથા એમ્બ્યુલન્સ સહિતની ઔપચારિકતા જાણી હતી અને ખુલ્લા ખેતરમાં કામ ચલાઉ હેલીપેડ બનાવવા સૂચના આપી હતી. તેમજ તમને જણાવીએ તો અમદાવાદથી હેલિકોપ્ટર રાજપરા આવ્યું હતું આ હેલિકોપ્ટર ને નિહાળવા લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા અને માંડવા પક્ષ એટલે કે કન્યા પક્ષના પરીવારે વરરાજા કરન તથા કન્યા નમ્રતા અને અણવર સહિતનાઓ હેલિકોપ્ટરથી રાજપરા થી ઉડી કમળેજ પહોંચ્યા હતાં.
આમ અગલ વાત કરીએ તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે જુના સમયમાં લોકો બળદગાડા, ઘોડાગાડી, આડી વાહનો દ્વારા જાન જોડવામાં આવતી હતી. આમ જણાવીએ તો તેમજ આજના સમયમાં હવે પરીવર્તન સાથે સુધારો થતો ગયો અને છેલ્લા વર્ષોથી લોકો મોંઘીદાટ કાર તથા મોટી મોટી બસો સહિતના વાહનોમાં જાન જોડતા હોય છે પરંતુ આ બાબતમાં પણ હવે સામ્ય લાગે છે આ હેલીકોપ્ટર વાળી જાનની સામે. આજના સમયમાં હવે શહેરો કરતા ગામડાના લોકો ખુબજ શોખીન મિજાજના જોવા મળી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો