વરરાજા એ દુલ્હનના બદલે સાળીના ગળામાં પહેરાવી જયમાલા અને પછી જે વરરાજા ના હાલ થયા…

ભારતમાં અનેક પ્રકાર ના લોકો વસવાટ કરતા જોવા મળે છે અને તે તમામ  લોકોના રીતી રીવાજો અલગ જોવા મળે છે અને દરેક  સમુદાયના લોકો ના નિયમો પણ અલગ હોય છે સાથે જ અલગ અલગ પરંપરાઓ પણ જોવા મળે છે એટલે  જ તો ભારતને બહુવિધ સંસ્કૃતી ધરાવતો દેશ કહેવાય છે .હા પરતું તે ભલે કોઈ પણ ધર્મ કે જાતી ના લોકો હોય લગ્ન ને તો  કોઈ ઉત્સવથી ઓછા નથી ગણવામાં આવતા .તમામ સમુદાયના લોકો લગ્નમાં તો એક તહેવાર ની જેમ જ ઉજવતા જોવા મળે છે તમામ ના માટે લગ્ન તો સમાન જ ગણાય છે માત્ર રીત જુદી હોય છે .

ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે જેથી સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો લગ્નના વાયરલ થતા જોઈ શકાય છે. લગ્નના વિડીયો યુઝર્સ ને બહુ પસંદ આવતા હોય છે દરેક લોકો લગ્નમાં વરરાજા અને દુલ્જન ને વધુ મહત્વ આપતા હોય છે . લગ્નમાં તે બે જ હોય છે જેના તરફ તમામ લોકોનું ધ્યાન કેન્દ્રિત હોય છે. આવો જ એક વિડીયો હાલમાં બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજા અને દુલ્હન નો આ ફની વિડીયો યુઝર્સ ને ખુબ પસંદ આવી રહ્યો છે.

વિડીયોમાં જોઈ સકાય છે કે વરરાજા અને દુલ્હન સતેજ પર ઉભા છે જયમાલા નો સમય છે આથી બંને ના હાથમાં જયમાલા જોવા મળે છે. દુલ્હન વરરાજાના ગળામાં જયમાલા પહેરાવી દે છે ત્યાર બાદ વરરાજા નો વારો આવે છે કે તે દુલ્હનને જયમાલા પહેરાવે. પરંતુ જયારે વરરાજા નો વારો આવે છે તો વરરાજા દુલ્હનની બાજુમાં ઉભેલી પોતાની સળીના ગળામાં જયમાલા પહેરાવી દે છે. જેનાથી વરરાજા ની  સાળી એટલી બધી ગુસ્સા માં આવી જાય છે કે તે સતેજ પર જ ઉભેલા વરરાજા ને થપ્પડો મારવા લાગે છે. આ વિડીયો જોવામાં ખુબ ફની લાગી રહ્યો છે.

વિડીયોમાં તમે શરૂઆત થી જ જોઈ શકો છો કે વરરાજા દારુ પીધેલી હાલતમાં છે. જે જયમાલા ના સમયે બહુ જ બેહોશીની હાલતમાં સતેજ પર ઉભો જોવા મળે છે. બાજુમાં ઉભેલા એક મિત્રના સહારે વરરાજા અત્યાર સુધી સતેજ પર સહી સલામત ઉભો હોય એવું જણાય રહ્યું છે.  જો વરરાજા નો મિત્ર બાજુ માં ના હોય તો તે ક્યારનો નીચે પડી ગયો હોત. તમે જોઈ શકો છો કે વરરાજાની નશાની હાલત જોઇને દુલ્હનને પણ બહુ ગુસ્સો આવે છે અને તેનો મૂડ પણ ખરાબ થઇ ગયો છે.

તેમ છતાં દુલ્હન પોતાના વરરાજા ને જયમાલા પહેરાવી દે છે. વરરાજો દારૂની હાલતમાં જયમાલા વખતે આવી હરકત કરતા જોઈ ત્યાં ઉપસ્થિત તમામ  લોકો જોઈ રહે છે. જયારે વરરાજો દુલ્હનના બદલે સાળીને જયમાલા પહેરાવે છે ત્યારે સાળી તેને  થપ્પડો મારતી નજર આવે છે. અને સાથે વરરાજાને જયમાલા ઉતારવા માટે પણ કહે છે. આ વિડીયોને Vikki1975 નામના ટ્વીટર એકાઉનટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે, જે લોકોને ખુબ કોમેડી લાગી રહ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *