આ દીકરીની મહેનત લાવી રંગ પુરા ગામમાં પહેલી ઇન્સ્પેકટર બનીને પરિવારનું નામ રોશન કર્યું!…વાંચો પ્રેરણાદાયી કહાની

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવીજ દીકરીની સફળતા વિષે જણાવીશું. જેણે રાત દિવસ એક કરીને ખુબજ સંઘર્ષ કરી આજે એક ઇન્સ્પેકટર પદ હાંસિલ કરી તેના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. આ ઇન્સ્પેકટર બનેલી દીકરી બીજી ઘણી દીકરીઓ માટે ખુબજ પ્રેરણારૂપ છે. આવો તમને પુરી વાત વિગતે જણાવીએ.

આ સફળતાની કહાનીનો કિસ્સો પાકિસ્તાનની સીમા પર આવેલા બાડમેરના નાનકડા ગામ સરણુ માંથી સામે આવી રહ્યો છે જ્યાં હેમલતા જાખડે ઇન્સ્પેકટરનું પેડ હાંસિલ કરીને ગામનું આને તેના પરિવારનું નામ રોશન કર્યું છે. જ્યારે હેમલતા ઇન્સ્પેકટર બનીને પહેલી વખત ઘરે આવી તો લોકોએ તેને ખભા પર બેસાડી દીધી હતી અને આખા ગામમાં ફેરવી હતી. એટલું જ નહીં ગામની મહિલાઓએ મંગળ ગીત ગાઈને તેનું સ્વાગત કર્યું હતું.

તમને જણાવીએ તો હેમલતાની પસંદગી રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સપેક્ટર તરીકે થઈ છે. આ સાથે અભ્યાસની વાત કરીએ તો તેણીએ પોતાનું આઠમા સુધીનો અભ્યાસ રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળા સરનુચિમનજીમાંથી કર્યો છે. 9 થી 12 સુધી ભણવા માટે સરનુમાં આવેલી ઉચ્ચ માધ્યમિક શાળામાં રોજ 14 કિમી ચાલીને જતી હતી. હેમલતાના પિતા ખેડુત છે તેની એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમજ હેમલતાનું કહેવું છે કે “2021 પરીક્ષામાં રાજસ્થાન પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે તેની પસંદગી થઈ હતી. મારું ગામ સરનુ અને સરણુ ચિમનજીથી હજુ સુધી કોઈ પુરુષ અથવા મહિલા સબ ઈન્સપેક્ટર બન્યું નથી. તે પોતાના ગામની પહેલી સબ ઈન્સપેક્ટર છે.

વધુમાં તે કહે છે કે ” બાળપણથી જ મને પોલીસમાં જવાનું ઝૂનુન હતું. પોલીસની વરદીથી તેને બાળપણથી ઘણો પ્રેમ હતો. આ જ કારણે તે દિવસ રાત એક કરી ખાખી વરદી પહેરવાનું ગૌરવ મળ્યું છે.” તેમના જીવનમાં ખુબજ ઉતાર ચડાવ આવતા છતાં તે હિંમત હારી નહિ અને પોલીસ બનવા માટે પોતાનો અભ્યાસ પૂરતા સંઘર્ષથી ચાલુ રાખ્યો. અને અંતે તેણીએ સફળતા મેળવી હેમલતા કબડ્ડીમાં પણ રાજ્ય લેવલની ખેલાડી રહી ચૂકી છે. તે પોતાની સફળતાનો શ્રેય તેના માતાપિતા, દાદી, ભાઈ-બહેન અને આખા પરિવારને આપે છે. તેના પિતા કહે છે કે “પુત્રીને આટલું બધુ ભણવવા માટે ગામના લોકોની ઘણી બધી વાતો સાંભળવી પડી હતી પંરતુ તેમને વિશ્વાસ હતો કે તે જરૂર સફળ થશે અને આજે સબ ઈન્સપેક્ટર બનીને ગર્વથી મારું માથું ઊંચુ કરી દીધું છ. ”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *