પાટણની પ્રેમ કહાની જાણી દિલ ખુશ થઈ જશે ! સગાઈ બાદ યુવતિએ બન્ને પગ ગુમાવ્યા છતા યુવકે કોર્ટ મા લઈ જઈ લગ્ન કર્યા અને ફેરા એવી રીતે ફર્યા કે

મિત્રો જયારે જયારે પણ એક યુવક અને યુવતી પ્રેમમાં પડતા હોઈ છે ત્યારે તે ઘણા વચનો પણ પાળતા હોઈ છે જેમાંથી ઘણી વખત બંને માંથી કોઈ વચન તોડી પણ નાખતા હોઈ છે અને ઘણા એવા વ્યક્તિ હોઈ છે જે જીવનભર તેને કોઈ પણ હાલતમાં સાચવવા તૈયાર હોઈ છે આમ જ્યારે બંનેની સગાઈ થતી હોઈ છે ત્યારે પણ બંને એક બીજાનો જીવનભર સાથ આપશે. તેમજ ગમે તેવી કપરી પરીસ્થીતીજ હોઈ પરંતુ સાથે મળીને તેનો સામનો કરશે તેવી પ્રતિજ્ઞા લેતા હોઈ છે. પરંતુ તમને જણાવીએ તો આજના સમયમાં આવી પ્રતિજ્ઞા નિભાવવી ખુબજ મુશ્કેલ છે. પરંતુ આ વાત ની અરીસો દેખાડનાર આ યુવકે કરી બતાવ્યું. આવો તમને વિગતે આ પ્રેમપ્રકરણ જણાવીએ.

વાત કરીએ તો આ કિસ્સો બોલીવુડની ફિલ્મ વિવાહ જેવોજ બન્યો છે. આ પ્રેમ કહાની પાટણના હારીજમાંથી સામે આવી રહી છે જ્યાં હારિજના કુકરાણા ગામના એક યુવાનની યુવતી સાથે સગાઈ થઈ હતી. જે બાદ અકસ્માતમાં યુવતીએ બંને પગ ગુમાવી દીધા હતા. છતાં યુવકે વાયદો નિભાવી દિવ્યાંગ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, બન્નેના પરિવાર જનોએ આ લગ્ન ન કરવા યુવાનને સમજાવ્યો હતો.

આમ છતાં યુવક એકનો બે થયો ન હતો અને કોર્ટમાં જઈ યુવતી સાથે લગ્ન કર્યા હતા. સ્વાર્થની આ દુનિયામાં નિસ્વાર્થ સબંધની આ અનોખી પ્રેમ કહાની છે. આજે વિશ્વ દિવ્યાંગતા દિવસ છે ત્યારે આ યુવકે દિવ્યાગ સાથે લગ્ન કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આમ પાટણના હારીજના કુકરાણા ગામના વાઘેલા મહાવીરસિહની અમદાવાદના બામરોલી ગામના ઝાલા પરિવારની દીકરી રીનલબા ઝાલા સાથે બે વર્ષ પહેલા સગાઈ હતી. જોકે, સગાઈના બે મહિના બાદ આ યુવતી ખેતરના એક વૃક્ષ પરથી નીચે પડી ગઈ હતી.

તેના લીધે આ અકસ્માતમાં તેની કમરનું હાટકુ ભાગી ગયું હતું જેના કારણે બંને પગથી દિવ્યાંગ થઈ ગઈ હતી. યુવતી બે વર્ષથી પથારીવશમાં રહે છે. ચાલી શકતી નથી જેથી સમાજના વડીલો એ આ યુવક-યુવતીની સગાઈ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે યુવતી ભાંગી પડી હતી. તો બીજી તરફ સગાઈ કરનાર યુવાને આ જ યુવતી સાથે લગ્ન કરવાનો નીર્ણય લીધો હતો.

આમ યુવતી દિવ્યાંગ થઈ ગઈ હોવાથી બન્ને પરિવારો આ લગ્નથી નારાજ હતા. દિવ્યાંગ યુવતી સાથે લગ્ન ન કરવાં યુવકને સમજાવતા હતા, પરંતુ યુવકે બન્ને પરિવારની વાત માની ન હતી. પરંતુ દિવ્યાંગ હોવા છતાં આ યુવકે પોતાની જીવન સાથી બનાવી અને કાયમ માટે તેનો સાથ આપવાનો નિર્ણય કર્યો હતો. યુવકે જણાવ્યું કે, મારી સગાઈ થઈ ત્યારે યુવતી સંપૂર્ણરીતે સ્વચ્છ હતી. પરંતુ ત્યારબાદ અકસ્માતમાં તેણીએ બંને પગ ગુમાવી દીધા હતા તેમાં તેનો કઈ પણ દોષ છે નહી, હું તેની સાથે લગ્ન કરી ખુશ છું અને જિંદગીભર સાથ નિભાવીશ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *