આ સાફાઈ કામદારની ઈમાનદારીએ હદય સ્પર્શી લીધું ! જેણે રસ્તા પર પડેલ હીરના પેકેટ મૂળ માલિકને સોપ્યા અને માલિકે…

જેમ તમે જાણોજ છો કે આજના આજના સમયમાં લોકો પર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે તેવામાં એક વ્યક્તિ દ્વારા લાખો રૂપિયાની ઈમાનદારી જોવા મળી રહી છે. જે પછી લોકો તેમના ખુબજ વખાણ કરી રહ્યા છે એટલુજ નહિ તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અમુક એવા લોકો પણ છે જેની પોતાની આર્થિક સ્થિતિ ખુબજ નબળી હોઈ તેમ છતાં આ લોકો બીજાના ધન દોલત પર નજર બગાડતા નથી. અને તે તેની જાત પ્રત્યે ઈમાનદાર રહે છે. તેવોજ એક કિસ્સો હાલ સુરત માંથી સામે આવી રહ્યો છે. આવો તમને આ ઘટના વિષે વિગતે જણાવીએ.

બનાવ એવો છે કે  શહેરના કતારગામ વિસ્તારમાં નંદુડોશીની વાડીમાં આવેલ પંચદેવ કારખાનામાં પાર્કિંગ માંથી હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા. આ હીરાના પેકેટ આંગડીયા પેઢી સુધી પહોચાડતી વખતે પડી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ તે હીરાના પેકેટ સફાઈ કામદાર વિનોદભાઈ સોલંકીએ તેમની ઈમાનદારી દેખાડીને કારખાનાના માલિકને બને પેકેટ પહોચાડ્યા હતા. આ સફાઈ કામદાર ને જોઈ કારખાનાનાં માલિક ને ભારે આશ્ચર્ય થયું હતું.

આમ ત્યાર બાદ તેમણે વિનોદભાઈની કામગિરી પર ગર્વ કર્તા આ વાત સુરત ડાયમંડ એસોસીએશન ને જણાવી ત્યારે તેના દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ હીરાના પેકેટમાં જે હીરા હતા તેની કિંમત કુલ ૧ લાખ રૂપિયા હતી. આમ ત્યારબાદ વિનોદભાઈની ઈમાનદારી જોઈ તેનું બહુમાન કરવાનો નિર્ણય કર્યો હતો. આમ કોઈ પણ કિંમતી વસ્તુ જો પડી જાય કે ગુમ થઇ જાય અને જો કોઈ વ્યક્તિની નજરમાં આવી કિંમતી વસ્તુ આવે તો તેના મૂળ માલિક ને સોપવું તે પ્રમાણિકતાનો એક મોટો દાખલો છે.

આમ ત્યારબાદ સફાઈ કામદાર વિનોદભાઈએ ઘટના અંગે જણાવ્યું કે ‘હું જ્યારે સફાઈ કામ કરતો હતો ત્યાર હીરાના બે પેકેટ મળ્યા હતા. જે મેં મારા શેઠ હરેશભાઈ ને સોપ્યા હતા’ આમ પોતાની ઈમાનદારી પર વિનોદભાઈએ જરાય ગર્વ લીધા વગર કહ્યું કે મને જે મળ્યું હતું તે મેં પરત કર્યું, મારે બીજું કશું પણ જોતું નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *