પતીએ પત્નીની હત્યાની સોપારી આપી હત્યા કરાવી નાખી! કારણ એવુ સામે આવ્યું કે જાણી તમે પણ કેશો કે ‘આવું પણ કરે….
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાની ઘટનાનોં કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં 2 કરોડનો વીમો પકવવા માટે પાંચ વર્ષથી અલગ રહેતી પત્નીની પતિએ આપી સોપારી.ઠંડા કલેજે કરાવી હત્યા આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
આ હત્યાની ઘટના રાજસ્થાનના જયપુર માતજી સામે આવી રહી છે જ્યાં સીકર રોડ પર બનેલી ઘટના હિટ એન્ડ રન નહીં પરંતુ મર્ડર હોવાનું સામે આવ્યું છે. 2017થી અલગ રહેતી પત્ની માટે લીધેલો 2 કરોડનો ઈન્સ્યોરન્સ પકવવા માટે પતિએ કુખ્યાત હિસ્ટ્રીશીટરની મદદ લીધી હતી. પત્નીને ગમે તેમ કરીને મંદિર જવા માટે મનાવીને રસ્તામાં જ તેને પતાવી દીધી હતી. આ અકસ્માત 5 ઓક્ટોબરના તોજ બન્યો હતો ત્યારે શાલુ દેવી (ઉંમર 32) જ્યારે તેના પિતરાઈ ભાઈ રાજુ (ઉંમર 36) સાથે બાઈક પર સામોદ મંદિરે જઈ રહી હતી ત્યારે રાજસ્થાનના જયપુર-સીકર રોડ પર હરમાડા નજીક એક એસયુવી કારે તેને કચડી હતી.
આમ આ ઘટના બાદ પ્રાથમિક તપાસમાં તે રોડ અકસ્માત હોવાનું સામે આવ્યું હતું કારણ કે, હાઈવેનો તે પટ્ટો પર સામાન્ય રીતે વ્યસ્ત રહેતો હતો. જો કે, અકસ્માતની આ ઘટનાના 20 દિવસ બાદ નાટકીય વળાંક આવ્યો જ્યારે પોલીસને જાણવા મળ્યું કે શાલુના મૃત્યુથી તેના પતિને 1.90 કરોડના ઈન્સ્યોરન્સના પૈસા મેળવવામાં મદદ મળી શકતી હતી. ડીસીપી (વેસ્ટ) વંદિતા રાણાએ જણાવ્યું હતું કે, મહેશ ચંદ્રાએ શાલુને મારવા માટે કુખ્યાત હિસ્ટ્રીશીટર મુકેશ સિંહ રાઠોડને વચન પ્રમાણે ‘કોન્ટ્રાક્ટ’ના 10 લાખમાંથી 5.50 લાખ ચૂકવી દીધા હતા.
આમ આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ’20 દિવસ પહેલા અમને આ કેસમાં ઈન્સ્યોરન્સ એન્ગલ વિશે જાણવા મળ્યું હતું. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, 2019માં શાલુએ ચંદ્રા સામે દહેજને લઈને શોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી’, તેમ એસએચઓએ કહ્યું હતું. શાલુ અને ચંદ્રાએ 2015માં લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી હતી આમ મહેશ ચંદ્રા, મુકેશ સિંહ રાઠોડ અને કાવતરામાં સામેલ અન્ય બે શખ્સ- રાકેશ કુમાર અને સોનુ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. એસીપી (ચોમુ) રાજેન્દ્ર સિંહ અને એસએચઓ (હરમાડા) હરી પાલ સિંહ સહિતની તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે, લગ્નજીવનમાં તણાવ અને 2017થી તેઓ સેપરેટ રહેતા હોવા છતાં ચંદ્રાએ આ વર્ષે શાલુ માટે ઈન્સ્યોરન્સ કવર ખરીદ્યું હતું.
જે બાદ ચંદ્રાએ શાલુને 11 વખત મંદિરે જવા માટે મનાવી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, શાલુને બાઈક પર જવાનું કહેવાનું તેનું ષડયંત્ર હતું જેથી હત્યા કરી શકાય. પાંચમી ઓક્ટોબરે ચંદ્રા શાલુના ઘર બહાર ઉભો રહ્યો હતો અને તે મંદિર જવા નીકળી હોવાનું અન્ય આરોપીને કહ્યું હતું. થોડી જ મિનિટમાં એસયુવી તેના પર ફરી વળી હતી.
આમ પોલીસની તપાસમાં તે પણ જાણવા મળ્યું હતું કે, ચંદ્રાએ રાઠોડને પૈસા આપવા માટે પોતાની પાસે રહેલા શાલુના કેટલાક ઘરેણા વેચી દીધા હતા. ‘આરોપી ચંદ્રા પાસે શાલુના કેટલાક દાગીના હતા. આ સિવાય તેણે જ્વેલરી પર 2 લાખની લોન પણ લીધી હતી, જેથી હિસ્ટ્રીશીટરને ચૂકવી શકે’, તેમ એસએચઓએ કહ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.