પતિએ પ્રેમિકા સાથે મળીને કરી પત્નીની હત્યા ! હત્યા અંગેના ખુલાસામાં એવી બાબત જાણવા મળી કે તમારી રૂહ કંપી જશે…જાણો

હાલના સમયમાં રોજબરોજ એવા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે સાંભળીને આપને આશ્ચર્ય પામી જતા હોય છે.અને ઘણા કિસ્સાઓ તો એવા બનતાં હોય છે જે લોકોને વિશ્ર્વાસ કરવામાં આવતો નથી.આજે એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે.આ ઘટના કાનપુરની છે કે જ્યાં એક મહિલાના હત્યા અંગે એવી જાણકારી મળી છે કે તમારા પગ નીચેથી જમીન ખસી જશે.આ ઘટનામાં એક પતિએ પોતાની પ્રેમિકા સાથે મળીને પત્નીની હત્યા કરી નાખી છે.
જ્યોતિ પોતાના જીવનના સારા અને ખરાબ સમય અંગેની માહિતી તેની ડાયરીમાં નોંધ કરી લેતી હતી.

પિયુષના દરેક વ્યવહાર અને ગતિવિધિને તેને કવિતાના રૂપમાં દર્શાવી હતી.જે પોલીસ માટે મહત્વનું સબૂત સાબિત થયું હતું.૨૮ નવેમ્બર ૨૦૧૨ ના રોજ જ્યોતિના લગ્ન પિયુષ સાથે થયાં હતાં. જેમાં જ્યોતિ એ પોતાની પર્સનલ ડાયરીમાં લખ્યું હતું કે તે પોતાના પરિવારને બચાવવાની કોશિશ કરતી હતી. ભગવાને આપણને સહન કરવા માટે ઘણું સાહસ આપ્યું છે.હનીમૂનમાં ૧૨ દિવસ એ જીવનના સૌથી ખરાબ દિવસ હતા.લગ્ન પછી થી પતિ પિયુષ તેનાથી દૂર દૂર રહેતો હતો .

હનીમૂન માટે તેઓ વિદેશ જઈ રહ્યા હતા પરંતુ એરપોર્ટ પર થોડા સમય સાથે રહ્યા પછી પિયુષ તેને એકલી મૂકીને ચાલ્યા ગયો હતો.અને ૨ કલાક પછી પાછો આવ્યો.પૂછવા પર જણાવ્યું કે તે ફોન પર એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો.ત્યાર પછી પિયુષ સારું વર્તન કરતો નહોતો તેઓ વાતચીત પણ નહોતો કરતો અને હનીમૂનમાં જેમ કોઈ પતિ પત્ની રહે તેમ તે વર્તન પણ નહોતો કરતો.તે સમય બહુજ ખરાબહતો .ડાયરીમાં લખેલા જ્યોતિના કવિતાના શબ્દો દર્દ ભરેલા હતા.

વાસ્તવમાં પિયુશના અનેક મહીલાઓ સાથે સબંધ હતા .તે પોતાની ફેકટરીમાં કામ કરતી એક યુવતીને પણ હેરાન કરી રહ્યો હતો.તેની એક પ્રેમિકા હતી જેનું નામ મનીષા માખીના હતું.પોલીસે જ્યારે પિયુષની મોબાઈલ લોકેશન ટ્રેસ કરી તો જાણવા મળ્યા મુજબ તે ૨૬ જુલાઈના રોજ તે જ જગ્યા પર ગયો હતો કે જે જ્ગ્યાએ જ્યોતિની લાશ મળી હતી.આથી પોલીસને તેના પરનો જે શક હતો તે પાક્કો થઈ ગયો હતો અને સાથે જ રેસ્ટોરન્ટ ના પગના ફૂટેજમાં કારણે આ આખા રાજ પરથી પડદો પડી ગયો હતો.તમને જણાવી દઇએ કે જ્યોતિનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ જબલપુરમાં થયો હતો. ૨૭ જુલાઈ ૨૦૧૪ના રોજ અપહરણ બાદ જ્યોતિની હત્યા કરવામાં આવી હતી.

૩૦ જુલાઇ ૨૦૧૪ માં હત્યારા પતિ અને તેની પ્રેમિકા મનીષાની ધરપકડ કરવામાં આવી.૨૯ નવેમ્બરે પિયુષને સિમ કાર્ડ આપવા બદલ ગજેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.૨૩ જૂન ૨૦૧૫ ના રોજ મનીષા ખમીજાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. ૨૨ નવેમ્બર ૨૦૨૦ એ પિયુષને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા.૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, સુપ્રીમ કોર્ટે છેલ્લી વખત એડીજે કોર્ટને ત્રણ મહિનામાં કેસનો નિકાલ કરવા જણાવ્યું હતું.૨૦ઓક્ટોબરે એડીજે કોર્ટે આરોપી પીયૂષ, મનીષા સહિત છ લોકોને દોષિત ઠેરવ્યા હતા.૨૧ ઓકટોબર ના રોજ આ તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *