શાળા એ ગયેલા માસુમ બાળક ઘરે ના પહોચ્યો પરીવારે તપાસ કરતા જ એવી ઘટના ની જાણ થઈ કે દુખ નો પહાડ ટુટી પડ્યો ! એક ના એક દીકરાનું મોત…

આપણે રોજ અનેકો નાના માસૂમ બાળકોના અકારણ મૃત્યુના કિસ્સા જોતા હોય છે જેમાં નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવાનો સંદેશ મલતો હોય છે જે આપને આપના જીવનમાં ઉપયોગ કરી આવા કિસ્સા નો ભોગ બનતા બચવાનું હોય છે. નાના બાળકોના વાલીઓની બેદરકારીને કારણે ઘણીવાર તેઓ પોતાના જાનથી વહાલા બાળકોના જીવ તેઓની જ આંખો સામે ગુમાવતા હોય છે.હાલમાં જ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બાળક વાડીમાં નાહવા ગયું હતું જ્યાં તેનું ડૂબિ જવાથી મૃત્યુ થયું હતું.


સાયલા તાલુકાના શિરવાનીયા ગામમાં એક વિદ્યાર્થી સ્કુલેથી છૂટીને વાડીમાં આવેલા હોજની અંદર નાહવા પહોંચી ગયો હતો.જ્યાં બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.જ્યારે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે એક બહેને પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો હતો આ ઘટના થી આખા ગામમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો.અને ઘરના એકલોતા દીકરાનું અકારણ મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તુટી ગયો હતો.

આ ઘટનામાં થયું એવું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા શિરવાણિયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધ્રુમિલ ભાનુભાઇ છે જેની ઉમર ૧૧ વર્ષની છે.જે રોજના ક્રમ પ્રમાણે સવારે સ્કૂલે ગયો હતો. અને સ્કૂલમાંથી રજા પાડતા તે આજે વાડીમાં નાહવા માટે હોજમાં પડ્યો હતો. જ્યાં તેનું હોજમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
એક ના એક દીકરાનું આમ અચાનક મૃત્યુ થઈ જતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

ભાનુભાઇ ના ઘરે એક દીકરો અને દીકરી એમ બે સંતાન છે. જેમાં મોટો દીકરો ધ્રુમિલ અને નાની દીકરીનું નામ નયના છે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. ધ્રુમિલ પણ અભ્યાસમાં બહુ હોશિયાર હતો તે હંમેશા વર્ગમાં પ્રથમ આવતો હતો. હાલમાં તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવ માં તેને મોટા અગ્રણીઓ દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યું હતું.આમ સ્કૂલમાં પણ એક હોશિયાર વિદ્યાર્થી ગુમાવ્યાનું દુઃખ જોવા મળ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.