સુરતના રત્નકલાકારે ૪૦ વર્ષીય વિધવા મહિલા સાથે લગ્નમાં બંધાયા અને મહિલા સહીત બાળકોને પણ સહારો આપ્યો…જુઓ તસવીરો
હાલ દેશમાં લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે તેવામાં લોકો ખુબજ ધામધૂમથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે તેવીજ રીતે હાલ એક મોટી ઉમરના વર અને એક વિધવા મહિલા લગ્ન સામા આવી રહ્યા છે જે જોઈ ગામના લોકો પણ ચોકી રહ્યા છે. પરંતુ બધા જાણતાજ હોઈ છે જીવનના દરેક પડાવમાં જીવનસાથીની જરૂર હોઈ છે ભારતની લગ્નપ્રથાની પરંપરાની સરાહના કરતો એક કિસ્સો સામો આવી રહ્યો છે. લગ્ન એટલે યુવાનીમાં થઇ શકે તેવુજ નથી બલકે હવે જો જીવનમાં હૂફ અને સ્નેહ હોઈ તો અંતિમ પડાવમાં પણ લગ્ન થઇ શકે છે.
એવા અનેક દાખલાઓ આપણી સામે છે. સુરતના રીમેરેજ કરી ચુકેલા દંપતીમાં જોકે જીવનનો છેલ્લો તો નથી પણ તેમ છતાં આ લગ્ન અન્ય માટે પરેણાદાયી ચોક્કસ છે. સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા ૫૨ વર્ષીય રસિકભાઈ ગોધાણીએ કહ્યું કે પાંચ વર્ષ પહેળા પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થયા બાદ એકલતાભયા આ જીવન જીવવા ની મજા નહિ આવતી મને ‘હું ઉદાસ રવ છુ’. આખરે અનુબંધ ફાઉન્ડેશનનાં પરિચય મેળામાં મને તેનો પરિચય થયો. તે મૂળ અમરેલીના અને તેનું નામ ભૂમિકા પટેલ ઉ.૪૦ વર્ષ અને બે બાળકો. તેમાં જેકિલ ૧૧ વર્ષનો અને કાવ્ય ૬ વર્ષનો. તેના પીતાનું ૪ વર્ષ પહેલાજ અવસાન થય ગયું હતું. બાળકોની જવાબદારી લઇ શકે તેવા પિતાની અને મને બાળકો હોઈ તેવા માતાની તલાશ હતી આમ અમારા બનેની તલાશ અહ્યા પૂરી થઇ હતી.
આજનાં સમયમાં અમાંરા ૪ જણાનો પરિવાર ખુબજ ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે આમ બંને બાળકો હવે મારા બાળકો સમાન છે બંને બાળકો નું સ્કુલમાં એડમીશન પણ કરાવી નાખ્યું છે તેમજ અત્યારે સ્કુલ બંધ હોવાથી બંનેને અભ્યાસ પણ કરાવું છુ તેમજ બધા નું ખુબજ ધ્યાન રાખું છુ આમ મને એવું લાગે છે કે જીવનના છેલ્લા પડાવમાં જીવનસાથી નો સાથ હોઈ તો જીવનનો ભાર લાગતો નથી તેથી મારો આ નિર્ણય અમાર બંને માટે મધુર છે.
આમ અનુબંધ ફાઉન્ડેશનનાં પ્રમુખ નટુભાઈ પટેલ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૯ વર્ષથી આ ફાઉન્ડેશનમાં સીનીયર સીટીઝન વિનામુલ્યે પરિચય મેળા કર્યા છે. અમારા ફાઉન્ડેશ દ્વારા થયેલા લગ્નનોમાં ત્રણથી ચાર લગ્ન એવા છે જેમાં બાળકો ધરાવતી મહિલા સાથે પુરૂષે લગ્ન કર્યાં હોય. છેલ્લી ઉંમરે સથવારો મળે અને જીવન બોજા વિનાનું સરળ રીતે પસાર કરી શકે એ હેતુથી અનુબંધ સિનિયર સિટીઝન્સનાં લગ્ન કરાવે છે