ગુજરાત ની સિંગર નો હત્યારો નીકળ્યો પંજાબ નો સિરીયલ કીલર ! આટલા રુપીયા મા અપાઈ હતી સુપારી

વાત કરીએ તો હાલ છેલ્લા ઘણા સમય થી દેશમાં અને રાજ્યમાં હત્યા, અકસ્માત જેવા ખુબજ ગંભીર અકસ્માત બની રહયા છે. જેમાં હત્યામાં ઇજા પામનાર વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ થતું હોઈ છે. હાલ એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે. જેમાં વૈશાલી હત્યા કેસ મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરાઈ છે. પોલીસ પણ થોડી વાર મૂંઝવણમાઁ પડી હતી પરંતુ તરત જ ગણતરીના હત્યા કરનાર કિલર ની પકડી પાડ્યો હતો. આવો તમને આ હત્યાની ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના વલસાડ માંથી સામી આવી રહી છે જ્યાં આ હત્યાના કેસમાં મુખ્ય કોન્ટ્રાકટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની વલસાડ એલસીબી પોલીસે પંજાબના લુધિયાણાથી ધરપકડ કરી લીધી છે. આ કેસની આરોપી અને મૃતક વૈશાલીની બહેનપણી બબીતાએ તેણીની બહેનપણીના છૂટાછેડામાં વૈશાલીનો હાથ હોવાનું કારણ આપી કોન્ટ્રાક્ટ કિલરોને રૂપિયા આઠ લાખમાં સોપારી આપી હતી અને હત્યા કરાવી નાખી હતી. તમને જણાવીએ તો વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

આમ ત્યારબાદ વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઇજા કે પ્રતિકારના નિશાન પણ જોવા નહીં મળ્યા હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી. આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસે વૈશાલી બલસારાની હત્યાના રહસ્ય પરથી પડદો ઊંચકી દીધો હતો.

પોલીસે વૈશાલીની હત્યાની માસ્ટર માઈન્ડ બબીતાની ધરપકડ કરી હતી. બબીતા વૈશાલીની બહેનપણી હતી. જે બાદમાં પોલીસે આરોપી ત્રિલોકસિંગ અને હવે મુખ્ય કોન્ટ્રાકટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની પંજાબથી ધરપકડ કરી છે. આમ વાત કરીએ તો આરોપી બબીતાએ કોન્ટ્રાકટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુને વૈશાલીની હત્યા કરાવવા અંગેનું કારણ આપતા જણાવ્યું હતું કે, તેની બહેનપણીના છૂટાછેડા વૈશાલીના કારણે થયા છે. આવું બહાનું બતાવીને વૈશાલીની હત્યા માટે રૂપિયા આઠ લાખની સોપારીનો કોન્ટ્રાકટ સુખવિન્દરને આપ્યો હતો.

તેમજ આરોપી સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુની પૂછપરછ કરતાં વૈશાલી બલસારાનુ અગાઉ પકડાયેલા આરોપી ત્રિલોકસિંગ તથા આરોપી બબીતા સાથે મળી પૂર્વ આયોજીત કાવતરૂ રચી મર્ડર કર્યું હોવાની કબૂલાત કરી છે. આમ આ કાવત્રામાઁ પોલીસના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટ કિલર આરોપીઓને પંજાબથી વલસાડ આવવા જવા માટે અને સુરતની હોટલમાં રોકાવા માટે બબીતાએ તેના જ ગૂગલ પેમાંથી પૈસા મોકલાવ્યા હતા. આરોપી સુખવિન્દર ઉર્ફે સુખો છેલ્લા 11 વર્ષથી સોસિશયલ મીડિયાના માધ્યમથી બબીતાના સંપર્કમાં હતો.

તેમજ આરોપી અગાઉ પંજાબમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. વલસાડ પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, વૈશાલીની હત્યા જે મફલરથી ગળું દબાવીને કરવામાં આવી હતી તે પણ સુખવિન્દરનું જ હતું. આમ હત્યાની ઘટના એવી બની છે કે વલસાડની સિંગર વૈશાલી બલસારાની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી. કારમાં સિંગર વૈશાલીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં ગત રવિવારે બપોરે 1 ફોન આવ્યો હતો. ફોનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પારડીની પાર નદી કિનારે એક અજાણી કાર પડી છે. આ કારમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ પડ્યો છે. પોલીસને મળેલી આ માહિતીને આધારે પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.